રાજ્ય માં 350 ડોક્ટરો ની ભરતી થઈ છે એ ટૂંક સમયમાં મુકાશે: ર્ડો.દિનેશચંદ્ર પંડ્યા (ડાઈરેક્ટર,આર્યુવેદ,ગાંધીનગર)
રાજપીપલા:
રાજપીપલા સહીત સમગ્ર નર્મદા જિલ્લા માં ખુલ્લા મુકાયેલા આર્યુવેદીક દવાખાના હાલ શોભાના ગાંઠિયા સમાન લાગી રહ્યા છે કેમકે ઘણા સમય થી નર્મદા જિલ્લા માં 17 જેવા દવાખાના સામે માત્ર 4 ડોક્ટરો હોવાથી દર્દીઓને નિયમિત સારવાર મળવામાં વિલંબ હતો ત્યાં અત્યારે કોન્ટ્રા્ટ પર ના ત્રણ ડોક્ટરો નો એપ્રિલ મહિનાથી કોન્ટ્રાકટ રીન્યુ નહિ થતા હાલ માત્ર એક રેગ્યુલર મહિલા ડોક્ટર ના માથે આખા જિલ્લા ની જાબદારી હોય જાયે તો જાયે કહા જેવા ઘાટ માં તમામ દવાખાનાના દર્દીઓ ધક્કે ચડી રહ્યા છે ત્યારે રાજપીપલા દરબાર રોડ પર આવેલા સરકારી આર્યુવેદ દવાખાના માં ડોક્ટરો ની અછત ના કારણે હવે માત્ર ગુરુવાર ના એકજ દિવસે મહિલા ડોક્ટર આવે છે અને એ પણ અડધો દિવસ આવતા હોવાથી દૂર દૂર થી દવા લેવા આવતા બીમાર દર્દીઓ ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે સરકાર ફક્ત દવાખાના ખુલ્લા મૂકી વિકાસ ની વાતો કરે છે પણ ડોક્ટરો ની અછત દર્દીઓ માટે વિનાશ જેવી સાબિત થઈ રહી છે.
નર્મદા માં તમામ જગ્યા પર ટૂંક સમયમાં ડોક્ટરો મુકાશે: ર્ડો. દિનેશચંદ્ર પંડ્યા ,(ડાઈરેક્ટર,આર્યુવેદ ,ગાંધીનગર)
આ બાબતે ગાંધીનગર આર્યુવેદ ના ડાઈરેક્ટર ર્ડો.દિનેશચંદ્ર પંડ્યા એ ટેલિફોનિક વાતમાં જણાવ્યું કે નર્મદા જિલ્લા સહીત સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ટૂંક સમય માં ડોક્ટરો ની તમામ ખાલી જગ્યા ભરાશે 350 ડોક્ટરો ની ભરતી થઈ ગઈ છે ફક્ત ઓર્ડર આપવાના બાકી છે ત્યારે ત્યાં રેગ્યુલર ડોક્ટરો નહિ મુકાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા અને હાલ કોન્ટ્રાકટ રિન્યુ નહિ થયેલા ડોક્ટરો નો પણ ટૂંક સમયમાં કોન્ટ્રાક્ટ રીન્યુ થશે એટલે એ ફરી ફરજ પર મુકાશે આ માટેની પ્રક્રિયા ચાલુ છે
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





