જુના ભરૂચમાં આવેલ એક એપાર્ટમેન્ટ માંથી ડી કમ્પોઝ હાલતમાં ડેથબોડી મળી આવતાં અરેરાટી વ્યાપી ગઈ હતી

0
139

ભરૂચમાં ટાવર રોડ પર આવેલ રાયચંદ દીપચંદ પુસ્તકાલયની બાજુમાં આવેલ ફિરદોસ પાર્ક એપાર્ટમેન્ટ માંથી ૫૦ વર્ષીય ઉંમરના ઈસમની ડી કમ્પોઝ હાલતમાં ડેથબોડી મળી આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

ભરૂચ:
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભરૂચના ટાવર રોડ પર આવેલ રાયચંદ દીપચંદ પુસ્તકાલયની બાજુમાં આવેલ ફિરદોસ પાર્ક એપાર્ટમેન્ટના ત્રીજા માળ પર મકાન નંબર ૩૦૪,માં રહેતા અને એકલવાયું જીવન જીવતાં અનવરબાવા ઉમર વર્ષ ૫૦નાઓ રહે છે.તેમના બહેન કે જે અમેરિકા ખાતે પોતાના પરિવાર સાથે રહે છે તેઓ દ્રારા ત્રણ દિવસથી અનવરબાવાને ફોન કરતાં તેઓ એ ફોન રિસીવ નહીં કરતા તેમની બહેન દ્રારા તેમના મિત્ર ડો, સરફરાઝને જાણ કરતા તેઓએ ગતરાત્રીના ફિરદોસ પાર્ક એપાર્ટમેન્ટમાં આવીને તપાસ કરતાં અનવરબાવાના મકાનમાંથી ખરાબ દુર્ગંધ આવતી હોવાથી તેમને કઈ અજુગતું બન્યું હોવાની આશંકા જતાં તેઓએ આ અંગેની જાણ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે કરતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી આગળનો દરવાજો ખુલ્લો હોઈ અંદર પ્રવેશી જોતાં પોલીસના હોશ પણ ઉડી ગયા હતાં.કારણ કે અનવરબાવની ત્રણ દિવસથી મૃતહાલતમાં ડી કમ્પોઝ ડેથબોડી નીચે પડી હતી. ઘરનો સામાન પણ અસ્તવ્યસ્ત હાલતમાં હતો પ્રથમ તો પોલીસ દ્રારા સમાજસેવા કરનાર સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરી ડેથબોડીને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે અનવરબાવાનું મૃત્યુ કઈ રીતે થવા પામ્યું હશે..? મકાનની અંદર પણ દરેક સમાન અસ્તવ્યસ્ત હાલતમાં હોઈ શુ કોઈએ ચોરી કરવાના હેતુ થી અનવરબાવાનું મર્ડર કર્યું હશે.? કયા તો કોઈની સાથે કોઈ અણબનાવના લીધે કોઈએ એમનું કાસળ કાઢી નાખ્યું હશે…?? બધાંજ કારણો પર ભરૂચ બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે હાલમાં તો અકસ્માત મોતનો ગુન્હો દાખલ કરી ડેથબોડીને ભરૂચ થી સુરત ખાતે એફ.એસ.એલ અને પોસ્ટમોર્ટમ કરાવવા માટે મોકલી આપી છે વધુ તપાસ બી ડિવિઝન પી.એસ.આઈ.જે,વાય,પઠાણ ચલાવી રહ્યા છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY