ઝનોર ખાતે વનિયર પ્રાણી નીકળતા જીવદયા પ્રેમીઓ દ્રારા તેને પકડી સલામત સ્થળે છોડવામાં આવ્યું હતું.

0
89

ભરૂચના ઝનોર ગામ પાસે આવેલ ઝનોર એન.ટી.પી.સી કંપનીના કોલોની ના તારની વાડમાં વનિયર પ્રાણી ફસાયેલ જોવા મળતાં કંપની દ્રારા જીવદયા પ્રેમીઓને જાણ કરાતાં જીવદયા પ્રેમીઓએ જગ્યા પર પહોંચી વનિયર પ્રાણીને રેસ્ક્યુ કરી પકડી સલામત સ્થળ પર છોડવામાં આવ્યું હતું.

હાલમાં ઉનાળાની ઋતુ ચાલતી હોઈ અને ગરમીના લીધે ધરતી જાણે ધગ ધગ તપતી હોઈ માણસો તાપ સહી નહીં શકતાં ત્યારે જમીનમાં રહેતા વન્ય જીવો અને પ્રાણીઓને ગરમીના લીધે બહાર નીકળવું પડે છે.જેના કારણે સર્પ અને બીજા અન્ય પ્રાણીઓના બહાર નીકળવાના બનાવોમાં વધારો થવા પામ્યો છે.

ભરૂચના ઝનોર ગામ પાસે આવેલ ઝનોર એન.ટી.પી.સી કંપનીના કોલોનીમાં તારની વાડમાં એક વનિયર પ્રાણી ફસાઈ ગયેલ હાલતમાં હોઈ જેની જાણ કંપનીના લોકો દ્રારા જીવદયા પ્રેમી સંસ્થા ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલ્ફર ટ્રસ્ટના સભ્ય યોગેશ મિસ્ત્રી અને તેમની ટીમને કરાતા તેવોએ જગ્યા પર પહોંચી ત્રણ થઈ ચાર કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી તારમાં ફસાયેલ વનિયર પ્રાણીને સહીસલામત બહાર કાઢીને સલામત સ્થળે છોડવામાં આવ્યું હતું.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY