ડેડીયાપાડાના પાટડી ગામની મહિલા પર બળાત્કાર નો પ્રયાસ ?

0
136

પાટડી ગામની સીમમાં ગામનાજ યુવાને બળાત્કાર કરવાંનો પ્રયાસ કરતા મહિલાએ ફરિયાદ કરી

રાજપીપલા: નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકાના પાટડી ગામની એક મહિલા ગત તારીખ 8-4-18 ની સાંજે પોતાના ખેતર વાળા ઘરે થી ગામમાં આવેલા ઘરે જતી હોય ગામના યુવાન રાકેશ કાંતિ વસાવા અને તેનો મિત્ર બિપિન ત્યાંથી બાઇક પર પસાર થતા હતા એ સમયે રાકેશે આ મહિલાને બાઈક પર બેસાડી ઘરે છોડવા જણાવતા મહિલા બેસી ગયા બાદ માર્ગમાં સીમવાળા રસ્તા પર ઉતારી રાકેશે મહિલાની બાથ ભરી અને પકડી એકાંતમાં ખેતર માં ખેંચી લઈ ગયા બાદ જમીન પર પાડી દઈ બીભત્સ માંગ કરી કપડાં કાઢી બળાત્કાર કરવાની કોશીશ કરવા જતા મહિલાએ આ બાબતે વિરોધ કરી બુમાબુમ કરતા હવસ ભૂખ્યો રાકેશ કાંતિ વસાવા ત્યાંથી ભાગી દૂર બાઇક પર ઉભેલા અને મિત્ર બિપિન સાથે બાઈક પર બેસી નાસી છૂટ્યો ત્યારબાદ આ મહિલા એ આ બાબતે ડેડીયાપાડા પોલીસ સ્ટેશને ગતરોજ તારીખ 12-4-18 એ ફરિયાદ આપતા પોલીસે રાકેશ અને બિપિન ને પકડવા તજવીજ હાથ ધરી છે .મહિલાએ ત્રણ દિવસ બાદ કેમ ફરિયાદ લખાવી એ જાણવા મળ્યું નથી તપાસ ડેડીયાપાડા પી એસ આઈ વાય બી પાડવી કરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY