ગુજરાતના શિક્ષણમંત્રીના નિવેદન થી ઉશ્કેરાયેલી યુથ કોંગ્રેસ દ્રારા શિક્ષણમંત્રીના પૂતળાનું દહન : કાર્યક્રમ દરમિયાન પત્રકારને ઇજા

0
164

ચૂંટણી સમયે અને ચૂંટણી વીતી ગયા બાદના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના નિવેદનમાં ફેર આવતા સરકાર દ્વારા પ્રજા છેતરાઈ હોઈ એમ લાગતા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયો હતો.

ભરૂચ:
ગુજરાત રાજ્ય સરકાર દ્રારા ચૂંટણી પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓને ફી માં રાહત આપવાની વાત કરવામાં આવી હતી.અને હવે ચૂંટણી જીતી ગયા પછી ગત રોજ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક નિવેદન આપ્યું છે કે શાળાઓ કહેશે એટલી ફી વાલીઓએ ભરવી પડશે જેના લીધે વાલી મંડળ અને વિરોધપક્ષ દ્રારા રાજયમાં સરકાર સામે રોષ વ્યાપી ગયો છે.જેના ભાગ રૂપે આજ રોજ ભરૂચ શહેરના પાંચબત્તી ખાતે ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના કાર્યકરો એ ઉપસ્થિત રહી ભારે સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતુ.જેમાં યુથ કોંગ્રેસ દ્રારા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ના પૂતળાનું દહન પણ કર્યું હતું.

જોકે ભરૂચ એ ડિવિઝન પોલીસ દ્રારા તાત્કાલિક પાણીનો મારો ચલાવી સળગતા પુતળાને બુુઝાવી નાખવામાં આવ્યું હતુ. આ વિરોધ પ્રદશમાં આગ બુઝાવવા જતા અફરા તફરી થતા એક પત્રકાર નામે વિરલ રાણા જે ફરજના ભાગરૂપે પોતાના કેમેરામાં તસ્વીર ઉતરતા હતા  તેજ સમયે બંને પગના ભાગે દાજી ગયા હતા. અને જેઓને સારવાર અર્થે પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યા હતા. જોકે આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ, શમશાદઅલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, ઝુબેર પટેલ, રાધે પટેલ, સલીમ અમદાવાદી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

સરકાર પ્રજાને મૂર્ખ બનાવી રહી છે, સરકાર દ્વારા વહેલી તકે પ્રજાની આ માંગણી સ્વીકારવી રહી, અને સરકારે એ વાતની પણ ટકેદારી રાખવી રહી કે ફી નો કાયદોએ પ્રાઈવેટ સ્કૂલો માટે ફાયદો ન બની જાય. ડોનેશન કે અન્ય રીતે ફી ઉઘરાવાય નહિ તે પણ સરકારે જોવું પડશે.-હેમેન્દ્ર કોઠીવાલા, કોંગ્રેસ શહેર કાર્યકારી પ્રમુખ, ભરૂચ.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
૯૫૩૭૯૨૦૨૦૩

 

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY