વડોદરા ની જેલમાં હત્યાની સજા કાપી રહેલો સાગબારાના અમીયાર નો કેદી રજા બાદ ફરાર 

0
74

પિતાના મૃત્યુ બાદ એમની વિધિ માટે વડોદરા ની મઘ્યસ્થ જેલમાંથી દસ દિવસ ની રજા લઈ ગયેલો કેદી પરત જેલમાં હાજર ન થતા જેલરે ફરિયાદ કરી

રાજપીપલા:વડોદરાની મધ્યસ્થ જેલમાં હત્યા ની સજા કાપી રહેલો સાગબારાના અમીયર ગામનો કેદી ફરાર થતા ફરિયાદ થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સાગબારા પોલીસ સ્ટેશને ગુના રજીસ્ટર નં.09/2018 કલમ 302 ના ગુન્હામાં રાજપીપલા કોર્ટે આજીવન કેદની સજા અને પાંચ હજારનો દંડ ફટકારી વડોદરા મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલ સાગબારા ના અમીયાર ગામનો રહેવાસી અક્ષય યશવંત વસાવા વડોદરા જેલ માં સજા કાપી રહ્યો હતો પરંતુ ગત તારીખ 17-2-18 ના રોજ અને પિતાનું મોત થયા બાદ ની વિધિ કરવા માટે એ દસ દિવસ ની રજા ઉપર આવેલ અને રાજા પુરી થતા તારીખ 28-2-18 ના રોજ એને પરત જેલમાં હાજર થવાનું હતું પરંતુ એ હાજર ન થઈ નાસી જતા તેની શોધખોળ કરી પરંતુ તેનો તેના ઘરે કે ક્યાંય પત્તો ન મળતા આખરે જેલના ઇન્ચાર્જ અધિક્ષક એલ વી પરમારે સાગબારા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે આ કેદીને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

ચીફ રિપોર્ટર,નર્મદા .ભરત શાહ.મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY