ભાજપના ઘોર વિરોધી ગણાતા મમતા બેનરજીની આડવાણી સાથેની મુલાકાતથી આશ્ચર્ય
ન્યુ દિલ્હી,તા.૧
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને ભાજપ વચ્ચે આમ તો બાપે માર્યા વેર જેવી સ્થિતિ છે પણ બુધવારે મમતા બેનરજીનુ એક નવુ સ્વરુપ જોવા મળ્યુ હતુ.
મમતા બેનરજીએ દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ આગેવાન લાલકૃષ્ણ આડવાણી સાથે મુલાકાત કરી હતી અને તેમને પગે લાગીને આશીર્વાદ પણ લીધા હતા.
અડવાણી અને મમતા વચ્ચેની મુલાકાત લગભગ ૧૫ મિનિટ સુધી ચાલી હતી.એનઆરસી મામલે મમતા બેનરજી અને ભાજપ વચ્ચે બરાબર જંગ જામ્યો છે ત્યારે ભાજપના વરિષ્ઠ આગેવાન સાથે મમતા બેનરજીની મુલાકાતની ચર્ચા શરુ થયા તે સ્વાભાવિક છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



