ડેડીયાપાડાના જંગલ વિસ્તારમાંથી મોટાપાયે થતી ખેરના લાકડાની હેરાફેરી

0
114

છેલ્લા ૨ વષઁમાં ૧૨ ગાડીઓ વનવિભાગે પકડી પાડી હતી,

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ વનવિભાગના આરએફઓ સરફરાજ ઘાંચી અને વનવિભાગના કમઁચારીઓને ઉપરી અધીકારીઓ તરફથી મળેલ બાતમીના મુજબ ડેડીયાપાડા-વાલીયા રોડ પરથી ગેરકાયદેસર ખેરના લાકડાની હેરાફેરી થાય છે, જેથી નેત્રંગ વનવિભાગના કમઁચારીઓ ધ્વારા સતત પેટ્રોલીંગ અને નાકાબંધી કરી દેવામાં આવી હતી, જેમાં વહેલી સવારે ડેડીયાપાડા તરફથી નેત્રંગ રોડ તરફ પસાર થતી ટ્રક નંબર જીજે-૧૨-વાય-૯૪૧૦ નો વનવિભાગના કમઁચારીઓએ પીછો કરી અકાવી ડ્રાયવરની પુછરપરછ હાથ ધરી હતી,જેમાં કોઇપણ પ્રકારની પરવાનગી વગર ગેરકાયદેસર ખેરના લાકડાની હેરાફેરી થતી હોવાનું માલુમ પડ્યુ હતુ,જેથી નેત્રંગ વનવિભાગના કમઁચારીઓએ ખેરના લાકડા ભરેલો ટેમ્પો સહિત ડ્રાયવરની અટક કરી લીધી હતી,ત્યારબાદ નેત્રંગ વનવિભાગની કચેરી ખાતે લાવવમાં આવ્યા હતા,જેમાં ખેરના લાકડાના જથ્થાની કિંમત ૧,૫૦,૦૦૦ અને ટેમ્પાની કિંમત ૨,૦૦,૦૦૦ માલુમ પડ્યુ હતું,જ્યારે નેત્રંગ વનવિભાગનાના આરએફઓ સરફરાજ ઘાંચીએ કાયદેસરની કાયઁવાહી હાથ ધરતાં મુદ્દામાલ કબજે કરી અટક કરેલા ખેપિયાને મેજીસ્ટેટ્ર સમક્ષ હાજર કરવાની તજવીજ હાથ ધરી હતી,

જ્યારે બીજી બાજુએ ભરૂચ-નમઁદા જીલ્લાના સાતપુડા ડુંગરના ડેડીયાપાડા જેવા જંગલ વિસ્તારમાંથી છેલ્લા કેટલાક સમયથી મોટાપારે ખેરના લાકડાની ગેરકાયદેસર હેરાફેરી થતી હોવાના અહેવાલ સાંપડ્યા છે,જેમાં છેલ્લા ત્રણ માસથી ગુજરાત સરકાર અને વનવિભાગ તરફથી ખેરના લાકડા કાપવા,વાહતુક અને વેચાણ કરવાની પરવાનગી આપવાની બંધ કરી છે,જેથી ખેરના લાકડાની તસ્કરીને નાબુદ કરી શકાય,પરંતુ ખેરના લાકડાની તસ્કરી કરતાં ટેવાયેલા ખેપિયાઓ મોટાભાગે રાત્રીના અંધકારના સમયે તસ્કરી કરતાં હોય છે,જેમાં નેત્રંગ વનવિભાગના કાયઁવિસ્તારના બહારથી ખેરના લાકડાની ગેરકાયદેસર હેરાફેરી કરતાં ૧૨ જેટલા વાહનોની પકડી પાડવામાં નેત્રંગ વનવિભાગને સફળતા પ્રાપ્ત થય છે,તેવું જાણવા મળ્યુ છે.

રિપોટર :- દિવ્યાંગ મિસ્ત્રી,નેત્રંગ
મોબાઇલ નંબર :- ૯૪૦૮૯૭૫૩૯૩

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY