વાશિંગ્ટન,તા.૭
અમેરિકાએ જનરલાઈઝડ સીસ્ટમ ઓફ પ્રેફરન્સીસ (જીએસટી) કાર્યક્રમ હેઠળ લાભાર્થી દેશનો દરજજા પાછો ખેંચી લેતા નિર્ણયના વળતા જવાબમાં ભારત પણ ૧લી એપ્રિલથી અમેરિકાથી આયાત થતી ૨૯ ચીજા પર ઉંચી આયાત ડ્યૂટી લાદે તેવી શકયતા છે. બંને દેશો જ્યારે વેપાર સમસ્યાઓ ઉકેલવા મથી રહ્યાં છે ત્યારે આ નિર્ણય ભારત અને અમેરિકાના દ્વીપક્ષી સંબંધોને અસર કરી શકે છે. તાજેતરમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપવામાં આવેલો જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સિસ (GSP)નો દરજ્જો પાછો લઇ લીધો હતો. હવે ભારત અમેરિકાના આ નિર્ણયની વિરુદ્ધમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (WTO)માં જવાની તૈયારીમાં છે.
અમેરિકાથી આયાત થતાં અખરોટ, વટાણા, મસૂર, બોરીક એસીડ, ડાયગ્નોસિટક રિએજન્ટસ સહિતની ચીજો પર ઉંચી ડ્યૂટી લાદી તેમના પર વધારાનો ૨૯ કરોડ ડોલરનો બોજા લાદવા પ્રસ્તાવ છે. અમેરિકાએ કેટલીક સ્ટીલ અને એલ્યુમીનીયમ પ્રોડકટસ પર ઉંચી ટેરીફ લેવાની જાહેરાત કર્યા પછી ભારતે જૂન ૨૦૧૮માં લેવી વધારવા દરખાસ્ત કરી હતી. જાકે દ્વીપક્ષી વેપાર મંત્રણાઓ ચાલી રહી હોવાથી ભારતે એનો અમલ ૬ વખત મોકૂફ રાખ્યો હતો.
અમેરિકાએ ગત વર્ષે ૯ માર્ચે ભારતથી આયાત થતી સ્ટીલ અને એલ્યુમીનીયમ વસ્તુઓ પર ભારે ડ્યૂટી લાવવા જાહેરાત કરી હતી. અલબત, હજુ એનો અમલ શરુ થયો નથી, ભારતની વળતી લેવી ૪ ઓગસ્ટથી લાગુ થનાર હતી, પણ એ પછી દર મહિને એનો અમલ મોકૂફ રખાતો રહ્યો છે.
ભારત દ્વારા જો એપ્રિલમાં આયાત ડ્યૂટી વધારવામાં આવશે તો, અખરોટ પરની આયાત ડેયૂટી વધી ૧૨૦ ટકા, વટાણા, ચણા અને મસૂરદાળ પરની આયાત જકાત ૩૦ ટકાથી વધી ૭૦ ટકા થશે. મસૂર પરની લેવી ૩૦ ટકાથી વધી ૪૦ ટકા થશે. ભારતે અમેરિકાની એપ્રિલ-ડીસેમ્બર ૨૦૧૮-૧૯માં ૨૦૧૭-૧૮ના સમયગાળામાં થયેલી ૪ અબજ ડોલરની આયાત સામે ૫.૪૫ અબજ ડોલરના મિનરલ ફયુલ, મિનરલ ઓઈલ, બિટુમિનલ પદાર્થો અને મિનરલ વેકસની આયાત કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





