૬.૫૦ કરોડના ખર્ચે રાજ્યમાં પ્રથમ ગ્રીન તળાવનું લોકાર્પણ

0
33

વડોદરા,તા.૭
વડોદરા શહેરના હરણી-મોટનાથ રોડ પર આવેલા તળાવનું રૂપિયા ૬.૫૦ કરોડના ખર્ચે પી.પી.પી. ધોરણે બ્યૂટિફીકેશન કરવામાં આવ્યું છે. શહેરીજનો માટે ફરવા લાયક તૈયાર કરાયેલા તળાવનું ગુરૂવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તળાવ ગુજરાતનું પ્રથમ ગ્રીન તળાવ તરીકે ઓળખાશે.
મોટનાથ તળાવની અંદર કિનારા તરફ ૫૦૦ રનિંગ મીટર લાંબી કુદરતી રેષામાંથી બનાવેલી જાળ નાંખવામાં આવી છે. ગ્રીન તળાવમાં આવનાર પક્ષીઓને જાવા માટે બાઇનોક્યુલર પોઇન્ટ બનાવવામાં આવ્યો છે. વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગરમાં ૩૦ વર્ષ પૂર્વે બનેલી બોટિંગ દુર્ઘટના બન્યા બાદ પહેલી વખત મોટનાથ તળાવમાં બોટિંગ શરૂ થશે. તળાવમાં ૧૫ બોટ મૂકવામાં આવશે. જેમાં ૧૦ બોટલ પેંડલવાળી, ૨ મશીન બોટ, ૧ સ્કૂટર બોટ, ૧૬ સીટવાળી ૧ અને ૮ સીટવાળી ૧ પેસેન્જર બોટ મૂકવામાં આવશે. તળાવના કિનારે આઇ લવ વડોદરા સ્કીન મૂકવામાં આવી છે.ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે મોટનાથ તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે વુડા અને કોર્પોરેશનના રૂપિયા ૩૪૦ કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર ડો. જીગિશાબહેન શેઠ, મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુ, સ્થાયી સમિતિના ચેરમેન સતીષ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY