દક્ષિણ ગુજરાતના તાપમાનમાં વધારો સુરતમાં મહત્તમ ૩૪.૪ ડિગ્રી તાપમાન

0
8

નવસારીમાં લઘુત્તમ ૧૫ અને વલસાડમાં ૧૬ ડિગ્રી
સુરત, તા.૧૧
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાનમાં નજીવો વધારો થઈ રહ્ના છે. દિવસ દરમિયાન ગરમી અને રાત્રિના સમયે પવનના લીધે ઠંડકનો અનુભવ થઈ રહ્ના છે. આગામી સપ્તાહ બાદ ઉનાળાની શરૂઆત થવાની સાથે ગરમીનો પારો વધશે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૪.૪ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૧.૬ ડિગ્રી નોધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા અને હવાનું દબાણ ૧૦૧૬.૧ મીલીબાર નોîધાયું છે. શહેરમાં દક્ષિણ પિમ દિશાથી કલાકના ૬ કિલોમીટરની ઝડપેપવન ફૂંકાઈ રહો છે. ગતરોજની સરખામણીએ આજે ગરમીમાં ૨ ડિગ્રીનો વધારો નોîધાયો છે. સવારથી પવનની ગતિ વધી હોવાથી તાપમાનમાં સાંજ સુધી વધારો થવાની શક્યતા છે. નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું ન્યુનત્તમ તાપમાન ૧૪.૫ ડિગ્રી નોધાયું છે. વલસાડમાં આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૧૬.૬ ડિગ્રી નોîધાયું છે. સાંજે સુધી ગરમીનો પારો વધવાની શક્યતા છે. આગામી સપ્તાહ બાદ દક્ષિણ ગુજરાતમાં વિધિવત ઉનાળો શરૂ થાય તેવી શક્યતા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY