વડોદરા,તા.૧૨
વડોદરા શહેરના હરણી તળાવ કિનારે રાજ્યનો સૌથી મોટો શિલ્પ પાર્ક ૫ એકરમાં તૈયાર થઇ રહ્યો છે. તેમાં ૪૦ શિલ્પો મુકાઇ રહ્યાં છે. આ તમામ શિલ્પો ફાઇન આર્ટસના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને આર્ટિસ્ટસોએ તૈયાર કર્યા છે. જુલાઇ-ઓગસ્ટમાં આ પાર્ક તૈયાર થઇ જશે. પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના ડાયરેક્ટર વી.આર.ચિખલિયાએ જણાવ્યું કે, ‘ શિલ્પો ઇન્સ્ટોલ થઇ રહ્યાં છે અને હાલમાં પાર્કની માત્ર ૩૦ ટકા કામગીરી જ બાકી રહી છે. પાર્કની જમીનમાં કુદરતી રીતે જ તૈયાર થયેલા બે તળાવોને યથાવત્ રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત ગજેબો મૂકાયા છે.’
સમબડી વોચિંગઃ તમારા પર સતત કોઇની નજર છે એવું આ શિલ્પ બતાવે છે. સીસીટીવી કેમેરાની થીમ રાખી છે. આ શિલ્પ ૧૫ ફૂટ ઊંચું છે અને વજન ૧૦૦ કિલોગ્રામ જેટલું છે.’
ટુ ડિયર્સઃ આ શિલ્પને સ્કલ્પચર પાર્કને ધ્યાનમાં રાખીને જ તૈયાર કર્યું હતું. હરણ એ પાર્કની અનિવાર્યતા હોય છે. આ શિલ્પને પાઇપ્સથી તૈયાર કરાયું છે. તેની ઊંચાઇ ૯ ફૂટ અને દરેકનું વજન ૨૨૫ કિલો છે.
ગ્લેમરઃ આ શિલ્પમાં ગ્લેમરનો પાવર બતાવ્યો છે. એક ધનિક અને ફેશનેબલ યુવતીની બેસવાની બિન્દાસ્ત અદાને દર્શાવી છે. શિલ્પને ૨૦૦૦ સિક્કામાંથી તૈયાર કરાયું છે. લંબાઇ ૧૦ ફૂટ, ઊંચાઇ ૬ ફૂટ છે. વજન ૫૦ કિલો છે.’
ટેન્કઃ બુલડોઝરને આર્ટિસ્ટિક ટચ આપીને ટેન્કનો લૂક આપવાનો પ્રયાસ કર્યો છે. આ માટે તેની મશીનરીથી માંડીને અનેક સુધારા કરવા પડ્યાં છે. આ શિલ્પની લંબાઇ ૮ ફૂટ અને વજન ૫૦૦૦ કિલોની આસપાસ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




