વલસાડ,તા.૫
ભારતમાં માર્ગ અકસ્માતોમાં વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં ગુજરાતમાં પણ અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ બની રહી છે. તેવામાં વિદેશની ધરતી પર પણ માર્ગ અકસ્માતોનું પ્રામાણ ઓછુ નથી. જેમ કે, સાઉથ આફ્રિકામાં ગુજરાતી યુવાનનું માર્ગ અકસ્માતમાં મોતનો અહેવાલ સામે આવ્યો છે.
સાઉથ આફ્રિકામાં ગુજરાતી યુવાનનું મોત નિપજ્યુ છે. વલસાડનો રહેવાસી અને હાલ સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા નદીમ ડોક્ટરવાલાનું સાઉથ આફ્રિકાના માપૂટોમાં રોડ અકસ્માતમાં મોત થયુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નદીમ ડોક્ટરવાલા પોતાની ફેમિલી સાથે કારમાં સવાર હતો તે દરમિયાન કારનું ટાયર ફાટતા કાર પલટી ગઇ હતી. આ અકસ્માતમાં નદીમ ડોકટરવાલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે કારમાં સવાર અન્ય લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. તમને જણાવી દઇએ કે, નદીમ ઘણા વર્ષોથી સાઉથ આફ્રિકામાં સ્થાયી હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




