બોઈંગ ભારતીય કંપનીઓ સાથે મળીને દેશમાં અદ્યતન ફાઈટલ પ્લેન બનાવશે

0
46

ન્યુ દિલ્હી,
તા.૧૩/૪/૨૦૧૮

દુનિયામાં ટાચની સૈન્ય વિમાન બનાવતી કંપની

ઈન્ડયન એરફોર્સને આકાશાનો મહાશક્તિશાળી યોદ્ધા મળવા જઈ રહ્યો છે. દુનિયામાં ટોચની સૈન્ય વિમાન બનાવતી કંપની બોઈંગ ભારતીય કંપનીઓ સાથે મળીને દેશમાં અધ્યતન ફાઈટર પ્લેન બનાવશે. આ માટે બોઈંગ, હિંદુસ્તાન એરોનોટિક્સ મિલિટેડ અને મહિંન્દ્રા ડિફેંસ સિસ્ટમ એક મહત્વપૂર્ણ સમજુતી કરી છે. આ સમજુતી અંતર્ગત ભારતમાં જ ૨૦૦૦ કિલોમીટરની પવનવેગી ઝડપ ધરાવતા F/A-18 સુપર ક ઓર્નેટ ફાઈટર પ્લેનનું નિર્માણ કરશે. સંરક્ષણ મંત્રાલયે ઈન્ડયન એરફોર્સને વધુ શક્તિશાળી બનાવવા માટે ‘મેક ઈન ઈÂન્ડયા’ અભિયાનને આગળ ધપાવવાના હેતુસર આ પગલું ભર્યું છે.

યૂએસ એરોસ્પેસ મેજરે કહ્યું છે કે, આ પાર્ટનરશિપ ભાવી ટેક્નકના સંયુક્ત વિકાસ માટે પણ કામ કરશે. આ પાર્ટનરશિપ ભારતના એરોસ્પેસ અને ડિફેંસ ઈકો સિસ્ટમને ધરમુળથી બદલી નાખશે. બોઈંગ ઈંડિયાના પ્રેસિડેંટ પ્રત્યુષ કુમાર, HAL ના ચેરમેન અને એમડી ટી સુવર્ણ રાજૂ અને મહિન્દ્રા ડિફેંસ સિસ્ટમ્સના ચેરમેન એસપી શુક્લાએ ચેન્નઈમાં ચાલી રહેલા ફિફેંસ એક્સ્પોમાં ‘મેક ઈન ઈંડિયા ફાઈટર’ મેમોરેંડમ ઓફ એગ્રીમેંટનું આદાન-પ્રદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ૧૧૦ ફાઈટર જેટ્‌સના મેગા કોન્ટ્રેક્ટની દિશામાં સંરક્ષણ મંત્રાલયે ઇૈંહ્લ બહાર પાડ્યો છે. તેમણે કહ્યું હતું કે, ભારતની કોંમ્બેટ ફાઈટર બનાવનારી કંપની એચએએલ અને નાના કોમર્શિયલ પ્લેન બનાવનારી એકમાત્ર કંપની મહિન્દ્રા સાથે પાર્ટનરશીપ કરવા માટે બોઈંગ ખુબ જ ઉત્સાહી છે.

કુમારે જણાવ્યું હતું કે, આ સમજુતીને લઈને છેલ્લા ૧૮ મહિનાથી વાત ચાલી રહી હતી. સામરીક ભાગીદારીની સરકાર અને ર્સ્ડ્ઢ (રક્ષા મંત્રાલય)નો આશય મેક ઈન ઈન્ડયા એરક્રાફ્ટ બનાવવાની છે. અમે દેશની અનેક કંપનીઓ સાથે તમામ પાસાઓ પર ચર્ચા કરી. સાથે જ અમે ૪૦૦થી વધારે સપ્લાયર્સ સાથે પણ ચર્ચા-વિચારણા કરી. જાઈન્ટ વેંચર કંપની આગામી ત્રણ મહિનામાં કામ કરવા લાગશે. આ સમજુતીને અંતર્ગત મોટું રોકાણ થશે. જાકે તેમણે રોકાણા ચોક્કસ આંકડાઓ રજુ કરવાનો હાલ ઈનકાર કરી દીધો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY