બેઈજિંગ,
તા.૧૩/૪/૨૦૧૮
ચીનમાં એક સરોગેટ માતાએ એક બાળકને તેના માતા-પિતાના મૃત્યુના ચાર વર્ષ પછી જન્મ આપ્યો છે. આ બાળકના માતા-પિતાનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. વર્ષ ૨૦૧૩માં થયેલ અકસ્માત અગાઉ આ દંપત્તિનો પ્રજનન સંબંધિત સારવાર ચાલી રહી હતી.
દંપતીના મૃત્યુ પછી તેમના માતા-પિતાએ દંપતીના ફર્ટિલાઇઝ્ડ એમ્બ્રાયોને મેળવવા માટે લાંબી કાયદાકીય જંગ લડી હતી. એમ્બ્રાયને નનઝિંગના પૂર્વ શહેરની એક હોસ્પટલમા રાખવામાં આવ્યાં હતા.
બાળકને ૯ ડિસેમ્બરના રોજ લાઓસની સરોગેટ માતાએ જન્મ આપ્યો હતો. ચીનમાં સરોગેટ ગેરકાકાયદે છે અને આ ટેકનીકથી બાળકની ઇચ્છા ધરાવનારને વિદેશમાં વિકલ્પ શોધવા પડે છે.
સરોગેસી એક્સપર્ટ અને દંપતીના માતા-પિતાની મદદ કરનાર લિયુ બાઉજે જણાવ્યું કે, પ્રથમ અમે વિચાર્યું કે એમ્બ્રાયોને વિમાનથી મોકલીએ પણ કોઇ જ વિમાનની કંપની આમ કરવા માની નહીં માટે બન્ને પરિવારોએ એમ્બ્રાયોને માર્ગ દ્વારા લાઓસ પહોંચાડવાનો નિર્ણય કર્યો.
પરિવાર માટે મોટો પડકાર બાળકને પાછું ચીન લાવવાનો હતો. કારણ કે સરોગેસી દ્વારા દેશની બહાર જન્મેલ બાળકને પરત લાવવા માટે ડીએનએ ટેસ્ટથી એ સાબિત કરવાની જરૂર રહે છે કે બાળકના માતા-પિતામાંથી એક ચીની નાગરિક છે. સરોગેટ માતાને ટુરિસ્ટ વીઝા પર ચીન લાવવામાં આવ્યા અને તેમણે ગુઆંઝો હોÂસ્પટલમાં બાળકને જન્મ આપ્યો. બાળકને ત્યાં ૧૫ દિવસ સુધી રાખવામાં આવ્યું જ્યાં સુધી બાળકના દાદા-દાદી, નાના-નાની ચારેયએના ડીએનએ ટેસ્ટ માટે બલ્ડની તપાસ થઇ ન હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"








