ભાજપ કાર્યકર્તાઓના હત્યારાઓને પાતાળમાંથી શોધી કાઢીશું : અમિત શાહ

0
89

કર્ણાટક,
તા.૩૦/૦૩/૨૦૧૮

ચૂંટણી રાજ્ય કર્ણાટકમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે રાજ્યની કોંગ્રેસ સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. શાહે રાજ્યની કોંગ્રેસના શાસનમાં ભાજપના બે ડઝનથી વધારે કાર્યકર્તાઓની હત્યાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, ભાજપ કાર્યકર્તાઓના હત્યારાઓને પાતાળમાંથી પણ શોધીને જેલમાં નાખીશું. શાહે કહ્યું હતું કે, સિદ્ધારમૈયા સરકારનો અંત નજીક છે અને ટુંક સમયમાં જ ભાજપ સરકાર બનતા અહીં ન્યાય થશે.

અમિત શાહે કોંગ્રેસ સરકાર પર આરોપ લગાવતા કહ્યું હતું કે, હત્યાઓનો જે સિલસિલો ચાલુ થયો છે, તેની હું નિંદા કરું છું. રાજનીતિમાં વિચારધારાઓના પ્રવાહમાં હિંસાને કોઈ જ સ્થાન નથી. જા કોંગ્રેસ એવુ માનતી હોય કે તે હિંસાના સહારે અમારી વિચારધારાને રોકી શકશે તો તે તેની ભુલ છે.

ભાજપ અધ્યક્ષે કહ્યું હતું કે, ભાજપના ૨૪થી વધારે કાર્યકર્તાઓની હત્યા થઈ છે. ૨૨ હત્યાઓ તો એક સરખી રીતે જ કરવામાં આવી છે. તેમ છતાં પોલીસે કોઈ જ પગલાં ભર્યાં નથી. ઉપરથી હત્યારાઓને છોડાવવાનું કામ થાય છે. હત્યારાઓ ખુલ્લેઆમ ફરી રહ્યાં છે. તેઓને ફરીથી હત્યાઓ કરવાની તક આપવામાં આવે છે. હવે સિદ્ધારમૈયાની સરકારનો સમય પુરો થવા આવ્યો છે. જેવી અહીં ભાજપની સરકાર બનશે, તમામ હત્યારાઓને પાતાળમાંથી પણ શોધી કાઢીને જેલમાં ધકેલવામાં આવશે.

ભાજપ અધ્યક્ષે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન તાક્્યું હતું. તેમણે કહ્યું હતું કે, ૨૦૧૪થી રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ જે પણ ચૂંટણી જ લડી છે તે બધામાં તેનો પરાજય થયો છે. હવે કર્ણાટકનો વારો છે. અમિત શાહે પોતાની ભૂલનો સહજ સ્વીકાર કરતાં કહ્યું હતું કે, થોડા દિવસ પહેલા મારાથી ભૂલથી સિદ્ધારમૈયાના બદલે યેદિયુરપ્પાની સરકાર ભ્રષ્ટ છે એમ બોલાઈ ગયેલું. જેનાથી કોંગ્રેસ ગદગદ થઈ ગઈ હતી. પરંતુ હું રાહુલ ગાંધી અને સિદ્ધરમૈયાને કહેવા માંગુ છું કે, મારાથી ભૂલ થશે પણ કર્ણાટકના લોકોથી ભૂલ નહીં થાય.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY