૨૦૦૦ મોટરકાર સાથે જહાજે જળ સમાધિ લીધી, ૩૭ પોર્શેનો પાણીમાં ગરકાવ

0
9

પેરિસ,તા.૨૦
બ્રાઝિલ જઈ રહેલા ઈટાલીના એક જહાજે એટલાન્ટિક મહાસાગરમાં જળસમાધિ લીધી છે. આ જહાજમાં ૨૦૦૦ મોચરકાર બ્રાઝિલ મોકલાઈ રહી હતી જેમાં ૩૭ પોર્શે કારનો પણ સમાવેશ થતો હતો. જહાજમાં ૨૭ ક્રૂ મેમ્બર્સ પણ હતા. જેમનો બ્રિટિશ મિલિટરીએ સર્ચ ઓપરેશન કરીને આબાદ બચાવ કર્યો હતો. ગ્રાન્ડે અમેરિકા નામના આ જહાજમાં ઓડી કંપનીની પણ ઘણી કાર હતી.
આ જહાજના ડૂબવાથી કંપનીઓને બહું મોટુ આર્થિક નુકસાન પહોંચ્યુ છે. પોર્શેની થોડા સમય પહેલા જ લોન્ચ થયેલ માડલ ૯૧૧ ય્૨ ઇજી કારની કિંમત ૩.૮૮ કરોડ રૂપિયા છે. આ માડલની ચાર કાર પણ આ જહાજમાં હતી જેનો પાણીમાં ગરકાવ થયો છે. જેના પરથી અનુમાન કરી શકાય છે કે જહાજ ડૂબવાથી કેટલું મોટુ આર્થિક નુકશાન પહોંચ્યુ છે.
ફ્રાન્સના તટીય વિસ્તારની નજીક જ જહાજમાં આગ ફાટી નીકળી હતી જેને કારણે જહાજ ડૂબી ગયું. જહાજ આ દુર્ઘટના ઘટી તે સમયે ફ્રાન્સના બ્રેસ્ટથી ૧૫૦ નોટિકલ માઈલ દૂર દરિયામાં દક્ષિણ પશ્ચિમ દિશામાં જઈ રહ્યું હતું. જર્મન કંપની પોર્શેની મોટરકાર ડૂબી જવાથી તેમના ગ્રાહકોને હવે કાર માટે લાંબી રાહ જોવી પડશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY