હાલમાંજ દોઢ કરોડના ખર્ચે સુધાેલા ડેપોની છત પર લાગેલી પાણીની ટાંકી નાની હોવાથી પાણીના અભાવે સ્ટાફ ને નાહવા ધોવાની તકલીફ
રાજપીપલા: રાજપીપલા એસ ટી ડેપો ની પાછળના ભાગે નિયમિત સફાઈ ન થતા ગંદકી જોવા મળી રહી છે જેના કારણે રાત્રી રોકાણ કરતા ડ્રાઈવર કન્ડક્ટરો રોગચાળા ની લપેટમાં આવે એવી સંભાવના છે સાથે સાથે છત પર લાગેલી પાણીની ટાંકી પણ નાની હોવાના કારણે વારંવાર પાણી પૂરું થઈ જતા સ્ટાફ ને નાહવા ધોવાની પણ તકલીફ હોવાનું જાણવા મળે છે
ડેપોના પાછળ ના ભાગેજ ઐતિહાસિક વિકટોરિયા ગેટ આવેલો છે જેને હાલમાંજ પાલિકા તંત્ર દ્વારા ખાસ સુશોભિત કરાયો છે પરંતુ એની બાજીમાંજ ડેપોના કમ્પાઉન્ડમાં ગંદકી હોવાથી ઐતિહાસિક ઇમારતો નિહાળવા આવતા પર્યટકો પર એની ખરાબ અસર પડે છે ત્યારે સવાલ એ થાય છે કે દોઢ કરોડ જેવી મોટી રકમે આ ડેપો માં સુધારાવધારા કરાયા છે એનું પણ લાબું ભાવિ નહિ રહે અને ફરી જુનની માફક ગંદકી થી ખદબદી ઉઠશે હાલ આકરી ગરમીમાં ગંદકી છે ત્યારે આવનારા ચોમાસામાં જો કાળજી નહિ લેવાય તો મચ્છરોનો ઉપદ્રવ પણ હાજર સ્ટાફ અને મુસાફરો માટે બીમારી લઈને આવી શકે એમ લાગી રહ્યું છે.આગળ થી સુશોભિત જનતા આ ડેપો માં ચારેતરફ સફાઈ અને પાણી માટેની તકેદારી રખાય આવી માંગ ઉઠી છે.
ચીફ રિપોર્ટર, નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





