બાઈક માલિકો સાવધાન,..નર્મદામાં ફરી બાઈક ચોર ગેંગ સક્રિય…?

0
716

ગોપાલપુરા રોડ પર અને ડેડીયાપાડા મામલતાર કચેરીના કમ્પાઉન્ડમાંથી બે બાઇકોની ચોરી

રાજપીપલા: નર્મદા જિલ્લા માં હાલ ફરી બાઈક ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોય એમ લાગી રહ્યું છે કેમકે રાજપીપલા અને ડેડીયાપાા પોલીસ ની હદ માંથી બે બૅંકોની ધોળે દાહડે ચોરી થયા ની ફરિયાદ નોંધાઈ છે માટે બાઈક માલિકો એ સાવધાન થવું જોઈએ

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપલા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ગોપાલપુર ગામના ખેડૂત યોગેન્દ્રસિંહ સરદારસિંહ ગોહિલ ગત તારીખ 12 એપ્રિલના રોજ સવારે 10-30 વાગે પોતાની બાઈક નં.જી જે 22 ડી 7041 જેની કિંમત આશરે 25 હજાર પોતાના ગોપાલપુરા વાવડી રોડ પર આવેલા કેળ ના ખેતરે ગયા અને ખેતરના સેઢા પર આ બાઈક મૂકી અંદર ગયા ત્યાંથી પરત બહાર આવતા તેમની બાઈક કોઈ લઈ પલાયન થઈ ગયું હોવાનું જણાતા શોધખોળ બાદ પણ પત્તો ન લાગતા આખરે રાજપીપલા પોલીસ માં ફરિયાદ આપી હતી

ત્યારે બીજી ચોરી ડેડીયાપાડા મામલતદાર કચેરી માં થઈ જેમાં ડેડીયાપાડા તાલુકાના કૂંટીલપાડાના ચંપક ચુનીલાલ વસાવા ગત તારીખ 13 એપ્રિલે કોઈ કામ માટે ડેડીયાપાડા મામલતદાર કચેરીમાં પોતાની બાઈક નં જી જે 22 જે 6066 ની કિંમત 45 હજાર લઈ ગયા હતા અને બાઈક મામલતદાર કચેરીના કમ્પાઉન્ડ માં પાર્ક કરી કામ પતાવી પરત આવતા એમની બાઈક પણ કોઈ ઉઠાવી ગયાનું માલુમ પડતા શોધખોળ કરી પરંતુ એ પણ ન મળતા આખરે ડેડીયાપાડા પોલીસ માં ફરિયાદ આપી હતી આમ રાજપીપલા અને ડેડીયાપાડા ખાતે થી કુલ બે બાઈકો ની ઉઠાંતરી થતા પોલીસ શોધી રહી છે .

ચીફ રિપોર્ટર ,નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY