વણાંકપોરના નસીર ગરાસિયા કે જેવો અસ્થિર મગજના હોઈ ચાલું ટ્રેનમાંથી અથવા ટ્રેનની ટક્કર વાગતાં મૃત્યું પામ્યાં હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વણાંકપોર ગામના રહીશ નાસીર ગરાસિયા કે જેવો અસ્થિર મગજના હોઈ ગમે ત્યારે કોઈને પણ કઈ પણ કહ્યા વગર ઘરેથી નીકળી જતાં હતાં.
મળતી માહિતી મુજબ ગતરોજ સાંજના હરિપરા ગામના રેલવે ટ્રેક પાસેથી નાસીર એહમદ ગરાસિયા ની લાશ મળી આવી હતી.તેઓ ચાલું ટ્રેનમાંથી અથવા ટ્રેનની ટક્કર વાગતાં ડાબા પગે,માથાના ભાગે, ઘૂંટણમાં ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું હતું.
બનાવ અંગે નાસીર ગરાસિયાના પુત્ર સિકંદર ગરસિયાએ ઉમલ્લા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.બનાવ અંગે ઉમલ્લા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





