રેલ્વે ટ્રેનની અડફેટમાં આવી જવાથી ઈસમનું મોત નીપજ્યું છે…

0
481

ભરૂચની આશ્રય સોસાયટી સામે આવેલ રેલ્વેના પાટા પર ટ્રેનની અડફેટમાં આવી જવાથી એક ઇસમનું મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ ભરૂચ નંદેલાવ રોડ પર આવેલ આશ્રય સોસાયટીની સામે રેલ્વે લાઈન પસાર થાય છે.જેમાં રાત્રીના સમય દરમ્યાન કોઈ યુવાન છોકરો કોઈ અજાણી ટ્રેનની અડફેટે આવી જતાં સ્થળ પરજ મોત નીપજ્યું હતું.બનાવ અંગેની જાણ ભરૂચ રેલ્વે પોલીસને કરતાં તેવો દ્રારા ઘટના સ્થળ પર પહોંચી તાત્કાલિક ડેથબોડીને પાટા પરથી હટાવી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે એ ઉલ્લેખનીય કે અગાઉ પણ આજ જગ્યા ની આસપાસ
એક ઇસમનું આજરીતે મોત નિપજ્યું હતું ત્યારે શંકા ઉતપન્ન થાય એ સ્વભાવિક છે કે અહીંયાંજ કેમ આવી ઘટનાઓ બને છે ?શું આ અવાવરૂ જગ્યા નો કોઈ ગુનેગાર લાભ તો નથી લેતું ને? આ સમગ્ર બકનાવ પર થી પડદો ક્યારે ઉચકાશે એ તો સમયજ નક્કી કરશે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.95379202103

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY