ચૂંટણીપંચ ટૂંક સમયમાં સોશ્યલ મિડિયા માટે આચાર-સંહિતા લાગુ કરશે….!!?

0
28

ન્યુ દિલ્હી,
તા.૧૫/૪/૨૦૧૮

ફેસબુક ડેટા લીક દ્વારા સોશિયલ મીડિયા કેમ્પેઈનથી ચૂંટણીને પ્રભાવિત કરવાવાળો મામલો સામે આવ્યા પછી હવે ચૂંટણી પંચ સખ્તી વર્તવાનું શરૂ કરવા જઈ રહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓપી રાવતે કહ્યું હતું કે, રાષ્ટીય ચૂંટણી પંચ ટૂંક સમયમાં સોશિયલ મીડિયા માટે આચાર-સંહિતા લાગુ કરવા જઈ રહ્યું છે. દેશમાં જા કોઈ કંપનીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચલાવવું છે તો તેણે આ આચાર સંહિતાનું પાલન કરવું પડશે.

ફેસબુક-કેમ્બ્રજ એનાલિટીકા મુદ્દે સીઈસી રાવતે કહ્યું હતું કે અમે સોશિયલ મીડિયા માટે એક આચાર સંહિતા તૈયાર કરી રહ્યા છે, જેથી મતદાતાને સોશિયલ મીડિયા દ્વારા કોઈ પણ પ્રભાવિત કરી શકે નહીં. તેનું વિમોચન દેશમાં સોશિયલ વેબસાઈટના પ્રવેશની સાથે જ થશે. તેમાં સ્પષ્ટ રૂપે ભારતીય મતદાતાઓના ડેટાને સુરક્ષિત રાખવાની જવાબદારી પણ સામેલ હશે.

સીઈસીએ કહ્યું હતું કે જા તમે વૈશ્વિક સરખામણી કરો તો આપણી ચૂંટણીઓ સૌથી સસ્તામાં થાય છે. એક મત પર એક ડોલરનો ખર્ચ થાય છે, પરંતુ અમારા ધોરણોથી જાશો તો આ ખર્ચ સતત વધી રહેલો જાવા મળે છે. તેમાં પથી પોલિંગ સ્ટેશન પર અમે વેબકાસ્ટીંગ શરૂ કરી જેથી અમે અહીં બેઠા બેઠા જાઈ શકીએ કે કોણ ગડબડ કરી રહ્યું છે. વીડિયોગ્રાફી શરૂ કરી અને તમામ ટેક્નીકલ એપ્લકેશન બનાવવાના શરૂ કર્યા છે. જેના પર વધારે ખર્ચો થાય છે.

લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે કરાવવાથી ચૂંટણી દરમિયાન થતા ખર્ચામાં ઘટાડો થશે કારણ કે અલગ અલગ ચૂંટણી કરવામાં ડબલ વખત ખર્ચ કરવો પડે છે. પોલિંગ સ્ટેશન, પોલિંગ પાર્ટી ને દેખરેખ સહિત અન્ય ખર્ચા ઓછા થઈ જશે.

સુપ્રીમ કોર્ટમા એક જાહેર હિતની અરજીમાં આપવામાં આવેલા જવાબમાં અમે કહ્યું હતું કે ચૂંટણી વ્યવસ્થા સ્વચ્છ હોવી જાઈએ. જે લોકો દોષી ઠેરવવામાં આવ્યા છે, તેમની ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ મૂકી દેવો જાઈએ. અમે એ પણ કહ્યું કે જા અદાલત આરોપ નક્કી કરી દે તો પણ આરોપીને ચૂંટણી લડવાથી રોકી શકાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY