આધારકાર્ડ વેરિફિકેશન માટે ફેસ ઓથેન્ટીકેશનની સુવિધા વૃદ્ધો માટે વધુ સરળ બનશે

0
22

ન્યુ દિલ્હી,
તા.૧૫/૪/૨૦૧૮

આધાર કાર્ડ વેરિફિકેશન માટે શરૂ થનાર ફેસ ઓથેન્ટીકેશનની સુવિધા સિનિયર સિટીઝન્સ માટે ખૂબ જ સરળ બની જશે. યૂનિક આઇડેન્ટીફિકેશન આઓથોરિટી આઓફ ઇન્ડયાએ દાવો કરતા તેની સાથે સંબંધિત કેટલાંક તથ્ય સુપ્રિમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં છે. સુપ્રિમ કોર્ટને જણાવ્યું કે હાલ આધાર વેરિફિકેશનની રીતછી જા ૮૩ ટકા વૃદ્ધો સંતુષ્ટ છે તો ફિંગરપ્રિન્ટ સાથે ફેસ ઓથેન્ટકેશનનું ફિચર જાડાવાથી સંખ્યા ૧૦૦ ટકા સુધી પહોંચશે.

હકીકતમાં ફિંગરપ્રિન્ટ દ્વારા થતાં વેરિફિકેશન અનેક સિનિર સિટીઝન માટે મુશ્કેલી ઉભી કરે છે કારણ કે ઉંમરની સાથે તેમની આંગળીઓના નિશાન ગાયબ થઇ જાય છે. ઘણાં કેસમાં સિનિયર સિટીઝન્સે સરકારી યોજનાઓથી વંચિત રહેવું પડ્યું છે. આ નવા ફિચરથી સૌને લાભ થશે.

ફેસ ઓથેન્ટફિકેશ સાથે થનાર વેરિફિકેશન જુલાઇથી શરૂ થશે. પરંતુ તેને પહેલા કેટલાંક વૃદ્ધો પર ટેસ્ટ કરવામાં આવશે. ૯ રાજ્યોથી અલગ અલગ ઓલ્ડ જ હોમમાં રહેતા આશરે ૪૫૦૦ વૃદ્ધોને તેમાં સામેલ કરવામાં આવ્યાં હતા. ફેસ અને ફિંગરપ્રિન્ટ દ્વારા વેરિફિકેશન ૯૯ ટકા સફળ રહ્યું. સાથે જ ફિંગરપ્રિન્ટ અને આઇ રેનું વેરિફિકેશન સક્સેસ ૯૫ ટકા રહ્યું.

ઉલ્લેખનીય છે કે પેન્શન વગેરે સુવિધાઓ માટે સરકારે આધાર જરૂરી કરી દીધુ છે પરંતુ જે રાજ્યોમાં હજુ ઇન્ટરનેટની સારી સુવિધાઓ નથી ત્યાં આધાર વિના પણ સરકારી સુવિધાઓ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY