નેત્રંગની ચાસવડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિધાથીઁઓને બે વષઁની શિષ્યવૃતિ નથી મળી

0
18

જેમાં ચાસવડ પ્રાથમીક શાળાના સંચાલકોએ ૨૦૧૬/૧૭ અને ૨૦૧૭/૧૮ ના બે વર્ષની વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં મળતાં શાળામાં અભ્યાસ કરતાં વિધાથીઓના વાલીઓએ શાળાસંચાલકો સમક્ષ રજુઆત કરી હતી,પરંતુ પરિણામ શુન્ય

નેત્રંગ;
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના ચાસવડ ગામે આવેલ પ્રા.શાળા ચાસવડમાં અભ્યાસ કરતાં વિધાથીઁઓને સરકાર તરફથી આપવામાં આવતી શૌક્ષણીક સહાય એટલે કે શિષ્યવૃતિ શાળા સંચાલકો ધ્વારા ૨૦૧૬/૧૭ અને ૨૦૧૭।૧૮ના બે વષઁની આપવામાં આવી નથી,જેથી ચાસવડ પ્રા.શાળામાં અભ્યાસ કરતાં વિધાથીઁઓને વાલીઓને શાળાસંચાલકો સમક્ષ શિષ્યવૃતિ બાબતે રજુઆત કરવામાં આવી નથી,પરંતુ કમનસીબે શાળા સંચાલકો ધ્વારા વાલીઓને યોગ્ય ન્યાય અને જવાબ નહીં મળતા પરિણામ શુન્ય રહ્યુ હતું,જેથી ચાસવડ ગ્રા.પંચાયતના સરપંચ મનસુખ વસાવાએ અને વાલીઓએ નેત્રંગ ટીડીઓ અને ટીપીને લેખિત રજુઆત કરવામાં આવી હતી,જેમાં જરૂરી કાયઁવાહી કરીને આગામી ત્રણ દિવસમાં સચોટ પરિણામ પ્રાપ્ત નહીં થાય તો વાલીમંડળ ધ્વારા ચાસવડ પ્રા.શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવતા મામલો ગરમાયો જવા પામ્યો હતો.

જ્યારે બીજી બાજુએ ચાસવડ પ્રા.શાળાના સંચાલકોએ એસએમસીની સમિતિમાં પોતાના પરિવારના સભ્યને સભ્ય બનાવી મનસ્વીપણું વાપરી વહીવટ કરે છે,જ્યારે મધ્યાહન ભોજનાના રસોડાનું કામ પૂર્ણ કર્યું નથી,જેવા અનેક મુદ્દાઓ સમાવેશ કરીને યોગ્ય તપાસ કરવા ભારે આક્રોસ સાથે પહેલા નેત્રંગ મામલતદાર બી.કે તડવી અને ટીડીઓ સહિત ટીપીઓને ન્યાય મળે તે હેતુગતઁ લેખિત રજુઆત કરવામાં આવી છે,જ્યારે આ બાબતે યોગ્ય જવાબ મેળવવા ચાસવડ પ્રા.શાળના સંચાલકોનો ટેલીફોનિક સંપકઁ સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો,પરંતુ પરિણામ શુન્ય રહ્યુ હતું.

રિપોટર :- દિવ્યાંગ મિસ્ત્રી.નેત્રંગ
મોબાઇલ નંબર :- ૯૪૦૮૯૭૫૩૯૩

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY