સુરત, તા. ૧૦
જમીનનના ધંધામાં ભાગીદારીમાં રૂંઢ ખાતેના રાજમંદિર કોર્નરની દુકાન આપી દસ્તાવેજ બનાવી દીધા બાદ બિલ્ડર દંપતીએ જૂના દસ્તાવેજ ઉપર આંધ્ર બેન્કમાંથી રૂ. ૨.૩૯ કરોડની મોર્ગેજ લોન મેળવી ભાગીદાર સાથે વિશ્વાસઘાત – છેતરપિંડી કરી હતી.
ઉમરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મોટા વરાછા શ્રીનિધિ રેસિડેન્સીમાં રહેતા સિદ્ધિ બેન સુરેશભાઈ પંડ્યાએ આરોપી પ્રશાંત પ્રકાશસિંગ પ્રીતિ પ્રશાંત સિંગ (રહે. સત્યા રંગરાગ રેસિડેન્સી, જહાંગીરપુરા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી દંપતીએ ફરિયાદી સિદ્ધિબેનને જમીનમાં ભાગીદાર રાખી રૂંઢ ખાતે આયોજિત રાજમંદિર કોર્નરમાં દુકાન નં. ૩૦૨નો વેચાણ દસ્તાવેજ બનાવી આપ્યો હતો. ત્યારબાદ આરોપી દંપતીએ આ દુકાનનો જૂનો દસ્તાવેજ આંધ્ર બેન્કમાં રજૂ કરી રૂ. ૨,૩૯,૫૦,૦૦૦ની મોર્ગેજ લોન મેળવી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. બનાવ અંગે ઉમરા પોલીસે સિદ્ધિબેન પંડ્યાની ફરિયાદ નોંધી પો.સ.ઈ. બી.બી. ગોîડલિયાએ તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




