અંકલેશ્વર,
અંકલેશ્વરની એલમ ફાર્મામાં કંપનીમાં થોડા વર્ષો પહેલા અકસ્માતનો ભોગ બનેલ બે કામદારોને લેબર કોર્ટમાંથી હુકમ થયો હોવા છતાં વહીવટીતંત્ર દ્વારા અકસ્માત વળતરની રિકવરી કરી કોર્ટમાં જમા નહી કરાવતા આખરે કામદારોએ આંદોલનનો માર્ગ અપનાવી કલેકટર કચેરીના સંકુલમાં ઉપવાસ પર બેસતા તંત્રમાં ખળભળાટ ફેલાઈ ગયો છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના મૂળ બિહારના અને છેલ્લા કેટલાક વર્ષોથી અંકલેશ્વરના શાંતિનગરમાં રહેતા હાફિઝ નિઝામુદીન અને નંદકિશોર છોટેલાલ પ્રસાદ બંને અંકલેશ્વરની એલમ ફાર્મા કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા હતા. કામ કાજના સમય દરમિયાન તેમને કંપનીમાં વીજ કરંટ લાગતા કંપની દ્વારા તેમને સારવાર અપાઈ હતી જોકે બંને સારા થયા બાદ કંપની એ તેમને પાણીચું આપી દીધું હતું કરણ કે વીજ કરંટ લાગવાના કારણે બંનેવ કામદારોએ રોજગારી ગુમાવી પડી હતી.
જોકે એનાથી પણ વિશેષ બંનેના હાથ અને પગ પણ કામ કરતા બંધ થઇ ગયા હતા.જેના પગલે બંને કંપનીમાંથી વળતર મેળવવા માટે કંપની દ્રારા ધક્કે ચઢાવતાં આખરે તેવો દ્રારા એડવોકેટ છગન ગોડીગજબાર મારફત લેબર કોર્ટમાં રાવ નાખવામાં આવી હતી. ત્યાર બાદ લેબર કોર્ટ માં આ કેશ ચાલી જતા કોર્ટ દ્રારા કામદારોની તરફેણમાં વળતર ચૂકવવાનો હુકમ થયો હતો અને જેના માટે જિલ્લા કલેક્ટરને પણ લેખીત અપાયું હતું જે મુજબ જિલ્લા કલેક્ટરે કંપની પાસેથી વસુલાતની કામગીરી કરવાની હતી.
જિલ્લા કલેક્ટરે જેતે સમયે અંકલેશ્વર તાલુકા મામલતદારને વળતર માટેનો આદેશ કરવા છતાં પણ હજુ સુધી વળતરની વસૂલાત થઈ ન હોવાથી આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્રને કંપની દ્વારા તેમને વળતરની રકમ આપવામાં નહીં આવતાં આજરોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે આમરણાંત ઉપવાસનું શસ્ત્ર ઉગામી ન્યાયની માંગ ઉઠાવી છે કલેકટર કચેરીના સંકુલમાં બેસી ગયા છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"