ભરૂચ જિલ્લા માછી સમાજ દ્રારા નર્મદા બચાવો અંતર્ગત નર્મદા સંગમ અધિકાર યાત્રા કાઢવામાં આવી

0
56

ભરૂચ;

ભરૂચ જિલ્લાના સમસ્ત માછીમાર સમાજ દ્રારા ભરૂચના બામ્બાખાના ખાતે પુરૂષો,મહિલાઓ,બાળકો,યુવાનો સહિત મોટી સંખ્યામાં એકત્રિત થઈને ભવ્ય રેલી કાઢીને મહોમ્મદપુરા થઈને પાંચબત્તી થઈને શક્તિનાથ થી કલેકટર કચેરી ખાતે પહોંચી હતી. ભરૂચ નજીક અસ્તિત્વ ગુમાવી રહેલી નર્મદા નદીના કારણે તેના ઉપર આધારી હજારો લોકો બેકાર બનવાની સમસ્યા તરફ સરકારનું ધ્યાન ખેંચવા આજે માછી સમાજે મોટી સાંખ્યમાં એકત્રિત થઈને નર્મદા સંગમ અધિકાર યાત્રા કાઢી હતી આ યાત્રામાં નર્મદા બચાવો આંદોલન ના અધ્યક્ષ મેઘા પાટકર પણ જોડાયા હતા. 

ભાડભૂત નજીક આડબંધ બેરેજ બનવાથી સ્થાનિક માછીમારોની મુખ્ય આજીવિકા એવી હિલ્સા માછલી આવતી બંધ થવા સાથે નર્મદા નદીમાં મીઠા નીર ન રહેતા નદી ઉપર પોતાનું ગુજરાન ચલાવતાં હજારો લોકોની આજીવિકા સહિતની સમસ્યા ઉભી થઇ રહી છે.આ પ્રશ્ને અનેક વાર સરકારનું ધ્યાન દોરવા છતાં ડેમના ડાઉન સ્ટ્રિમમાં પૂરતું પાણી નહિ છોડવામાં આવતા સમસ્યા વિકટ બની રહી છે.જેના ભાગ રૂપે માછીમારોએ સરકારનું ધ્યાન ખેંચવા માટે માછી સમાજ દ્રારા એક વિશાલ રેલી કાઢવામાં આવી હતી આ રેલીમાં નર્મદા બચાવો સમિતિના અધ્યક્ષ મેઘા પાટકર જોડાયા હતા જેમણે મામલે ત્વરિત અને અસરકારક પગલાં ભરવાની માંગ કરી હતી.ત્યાર બાદ જિલ્લા કલેકટર રવિકુમાર અરોરાને આવેદનપત્ર પાઠવી ધારદાર રજૂઆતો કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છેકે ભરૂચ જિલ્લા સમસ્ત માછીમાર સમાજ દ્રારા કાઢવામાં આવેલ નર્મદા સંગમ અધિકાર યાત્રામાં મેઘા પાટકર જોડવાના હોઈ સમગ્ર રેલી દરમ્યાન પોલીસ વિભાગ દ્રારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કલેકટર કચેરી તો જાણે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હોય તેમ માલુમ પડતું હતું.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY