નર્મદા જિલ્લાની ૨૨૧ જેટલી ગ્રામ પંચાયતોમાં સામૂહિકગ્રામસભા યોજીને “બાળતુલા દિવસ” ની ઉજવણી

0
152

રાજપીપલા:
ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ દિને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી બાળતુલ દિવસની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી જીન્સી વિલીયમના માર્ગદર્શન અને રાહબરી હેઠળ સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત નર્મદા જિલ્લાની ૨૨૧ જેટલી ગ્રામપંચાયતોમાં સામૂહિક ગ્રામસભા યોજીને “બાળતુલા દિવસ” ની ઉજવણી કરાઇ હતી. 

  જિલ્લાના નાંદોદ તાલુકાના જેતપુર(રામગઢ) ગામે જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાએ તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી જીન્સી વિલીયમે ઓરી ગામે યોજાયેલી ગ્રામસભામાં ખાસ ઉપસ્થિત રહીને બાળકો અને સગર્ભા બહેનોનું વજન કરાવડાવીને આલેખમાં નિદર્શન કરી પોષણનું મહત્વ સમજાવ્યું હતું. વધુમાં આ મહાનુભાવોએ ઉપસ્થિત ગ્રામજનોને પોષણ, આોગ્ય અને સ્વચ્છતાના સામૂહિક શપથ લેવડાવીને આ દિશામાં હરહંમેશ જાગૃત્ત રહી કટિબધ્ધ થવાનો ખાસ અનુરોધ કર્યો હતો. 

  જિલ્લાભરમાં યોજાયેલી ઉક્ત ગ્રામસભાઓમાં ઉપસ્થિત મહાનુભાવોએ તેમના ઉદબોધનમાં પોષણનું મહત્વ, પોષણ એ વિકાસનો આાધાર હોઇ પોષણનો સંબંધ જીવન વૃધ્ધિ, વિકાસ અને તંદુરસ્તી માટે ખોરાક તેમજ પોષક તત્વોના ઉપયોગ બાબતે તેમજ યોગ્ય પોષણ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને તેના કારણે ચેપ, બિમારી અને મૃત્યુની સંભાવનાને ઓછી કરીને વિકાસનો પાયો મજબૂત બનતો હોવાનો જણાવ્યું હતું. નર્મદા જિલ્લાના જુદી જુદી ગ્રામ પંચાયતો ખાતે યોજાયેલી આ ગ્રામસભામાં આંગણવાડીના બાળકો-વાલીઓ, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ, કિશોરીઓ, ગામ આગેવાનો, ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, ગ્રામજનો, આરોગ્ય અને આંગણવાડી કેન્દ્રના કર્મયોગીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

ચીફ રિપોર્ટર,નર્મદા.ભરત શાહ,મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY