ભરૂચ જીલ્લા દેશી વણકર કેળવણી મંડળ દ્રારા સમાજના તેજસ્વી તારલાઓ નું સન્માન અને શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો..

0
252

આજ રોજ ભરૂચ જીલ્લા દેશી વણકર કેળવણી મંડળ ધ્વરા ભરૂચના આંબેડકર ભવન ખાતે સમાજના તેજસ્વી તારલાઓ નું સન્માન બાળકોને માટે શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ જીલ્લા દેશી વણકર કેળવણી મંડળ દ્રારા સમાજના બાળકોએ વર્ષ દરમ્યાન સારા માર્કસે ઉત્તીર્ણ થઈને સમાજનું નામ રોશન કરનાર તેજસ્વી તારલાઓનું ઈનામ વિતરણ સમારોહ અને સમાજના બાળકોને આર્થિક મદદ મળી રહે તે હેતુથી મંડળ દ્રારા અભ્યાસ કરતાં બાળકોને શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે સમાજના આગેવાન ધીરજ પરમાર, માં માણિબા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને સામાજિક કાર્યકર ધનજી પરમાર, મહેશ પરમાર,અરવિંદ દોરવાળા, પરેશ મહેતા સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઊપસ્થિત રહયા હતા.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY