રશિયાએ ફૂંક્યુ સાઈબર વારનું બ્યૂગલ ઃ નૂડોલ રોકેટથી અમેરિકા પર હુમલો કર્યો

0
41

માસ્કો,તા.૧૬
સીરિયામાં કેમિકલ એટેક અને બાદમાં યુએસ અને તેના સાથી દેશો દ્વારા મિસાઇલ એરસ્ટ્રાઇલની ઘટના બાદ હવે ત્રીજા વિશ્વ યુદ્ધની સંભાવના વધી છે. સીરિયામાં બનેલી આ ઘટનાઓ બાદ રશિયા અને યુએસ બન્ને દેશો સામ સામે આવી ગયા છે, જેને લઇને હવે રશિયાએ સાઇબર વારનું બ્યૂગલ ફૂંકી દીધું છે.
રશિયાની રાજધાની મોસ્કોમાં ગત માર્ચ ૨૬ના રોજ ‘નૂડોલ’ રોકેટ લાન્ચ કરવામાં આવ્યું હતું. મોસ્કોથી અંદાજિત ૫૦૦ માઇલના અંતરે પ્લેસેસ્ક કોસ્મોડ્રોમથી લાન્ચ કરવામાં આવેલી આ એન્ટી-સેટેલાઇટ મિસાઇલ કોઇપણ દેશની કોમ્યુનિકેશન અને મિસાઇલ ટેક્નોલોજીને ધરાશાયી કરવા માટે સક્ષમ છે.
ઉલ્લેખનીય છે કે, સીરિયામાં કેમિકલ એરસ્ટ્રાઇક્સ અને બ્રિટનમાં રશિયન જાસૂસને ઝેર આપવાના મામલે રશિયા સામે શનિવારે યુએસએ તેના સાથી દેશો સાથે મળીને મિસાઇલ અટેક કરી દીધો હતો જેને લઇને હવે આંતરરાષ્ટય સ્તરે બન્ને દેશો વચ્ચે ઘર્ષણ વધ્યું છે.
મિલિટરી એક્સપટ્‌ર્સના જણાવ્યા અનુસાર, આ ઇન્ટરસેપ્ટર મિસાઇલ્સમાં કાઇનેટિક એનર્જીનો ઉપયોગ કરવામાં આવે છે. જે પૃથ્વીના વાતાવરણની બહાર અને કોઇપણ વિશાળ પદાર્થ કે સેટેલાઇટને ભેદીને બ્લાસ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. રશિયાએ તાજેતરમાં જ આ લેટેસ્ટ મિસાઇલનું ટેસ્ટંગ કર્યુ હતું. નૂડોલ યુએસ કોમ્યુનિકેશન્સ અને ઇન્ટેલિજન્સ સેટેલાઇસ્ટ્‌સને ક્ષણવારમાં બ્લાસ્ટ કરવા સક્ષમ છે.
રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને કોઇ આધુનિક રોકેટ અને ઁન્૧૯થી જાણીતા શસ્ત્રનું ટેસ્ટંગ કર્યુ હોય તેવો આ છઠ્ઠો બનાવ છે. સ્ટેટ મીડિયા અનુસાર, ‘રશિયન લોંગ-રેન્જ મિસાઇલ’ ડિફેન્સ માટે છે અને તેને અંતરિક્ષ માટે તૈયાર કરવામાં આવી નથી. યુએસના સીરિયામાં કરવામાં આવેલા મિસાઇલ અટેક બાદ નૂડોલનું લોન્ચંગ કરવામાં આવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY