ગાંધીનગર,
તા,૧૨/૦૩/૨૦૧૮
ભાજપે ત્રીજ ઉમેદવાર તરીકે રાણાને ઉતારતાં રાજ્યસભાની ચૂંટણીમાં ગરમાવા
આગામી ૨૩ માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીમાંથી પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા આજે તેમનું ઉમેદવારી પત્ર શુભ મુહૂર્તમાં ભર્યું છે. બીજી તરફ કોંગ્રેસમાં રાજ્યસભાના ઉમેદવાર તરીકે ભારે હુંસાતુંસી અને અરાજક્તા બાદ આજે નારણ રાઠવાએ ફોર્મ ભર્યું છે.
ગઇ કાલ સુધીની વાત કરવામાં આવે તો ભાજપ તરફથી કેન્દ્રીય પ્રધાનો પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા તથા કોંગ્રેસ તરફથી નારણ રાઠવા અને ડો. અમી યાજ્ઞિાક ઉમેદવારી નોંધાવશે એવી સત્તાવાર જાહેરાત બંને પક્ષો તરફથી કરવામાં આવી હતી. આમ ચાર બેઠકોની ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસ તરફથી બેથી વધુ ઉમેદવાર ઊભા રાખવાની કોશિશ નહીં થતાં દેખીતી રીતે જ આ ચૂંટણી બિનહરીફ થઈ રહી છે.
કોંગ્રેસમાંથી રાજ્યસભાના ઉમેદવાર નક્કી થયા પછી ભાજપે પોતાનો ત્રીજા ઉમેદવાર ઉતારવા મન બનાવી લીધું હતું. હાલમાં તેમણે ત્રીજા ઉમેદવાર તરીકે ભાજપના નેતા અને પૂર્વ પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાને મેદાનમાં ઉતાર્યા છે. આ અંગેની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી હતી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે પોતાના ઉમેદવાર પી કે વાલેરાને અપક્ષ તરીકે ઉતાર્યા હોવાથી ભાજપે પોતાનો ત્રીજા ઉમેદવાર ઉતારવા નિર્ણય લીધો હતો. જે અન્વયે ત્રીજા ઉમેદવાર તરીકે ભાજપે સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી બેઠક પરથી ગત વિધાનસભામાં ચૂંટાયેલા પૂર્વ પર્યાવરણ મંત્રી કિરીટ સિંહ રાણાને મેદાનમાં ઉતારાયા છે.
કિરીટસિંહ રાણા ઉમેદવારી નોંધાવવા ભાજપના દંડક પંકજ દેસાઇ સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા પણ તે વખતે કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરતા હોવાથી, ચૂંટણી અધિકારીએ તેમને પછી ઉમેદવારી પત્ર નોંધાવવા કહ્યું હતું.
ભાજપમાંથી ત્રીજા ઉમેદવાર તરીકે લીંબડીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કિરિટસિંહ રાણા ગુજરાત વિધાનસભામાં ભાજપના મુખ્ય દંડક પંકજ દેસાઇ સાથે ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતા. પણ તે જ સમયે રાજ્યસભાની ઉમેદવારીને લઈને હાલ નારણ રાઠવા ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા જાકે, તેમની પાસે પૂરતા દસ્તાવેજા નથી, તેવી વાતો ચાલી હતી. તે પછી જ ભાજપે ત્રીજા ઉમેદવાર ઉતારવાનો નિર્ણય તાત્કાલિક લઈ લીધો હતો. જા કે કોંગ્રેસે પણ પોતાના ત્રીજા ઉમેદવારને અપક્ષ તરીકે ઉભો રાખ્યો હોવાનું ભાજપ કહ્યું હતું.
ભાજપના નેતા અને નાયબ મુખ્યમંત્રી મીતિન પટેલે કહ્યું હતું કે કોંગ્રેસે પી કે વાલેરાને અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરાવ્યું હોવાથી તેમણે પણ ત્રીજા ઉમેદવાર ઉભો રાખ્યો છે.
આમ રાજયસભાની ચૂંટણી માટે હાલમાં છ ઉમેદવારો મેદાનમાં છે. ભાજપમાંથી મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા, અને ત્રીજા ઉમેદવાર તરીકે કિરિટસિંહ રાણાને ઉતારાયા છે. જ્યારે કોંગ્રેસમાંથી અમિબેન યાજ્ઞિક, નારણ રાઠવા સત્તાવાર ઉમેદવાર તરીકે રાજ્યસભાની ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે અપક્ષ ઉમેદવાર તરીકે પી કે વાલેરાને ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા છે. આમ કુલ છ ઉમેદવારો રાજ્યસભા માટે પોતાના ભાગ્ય અજમાવશે. જેને પરિણામે ચૂંટણી રસપ્રદ બની ગઈ છે.
આ સંજાગોમાં રાજ્યસભા માટે ચૂંટણી યોજાશે અને ગુજરાતના ધારાસભ્યોએ મતદાન કરવાનું થશે. અત્યારે જે સ્થતિ છે, તેમાં બંને પક્ષના બે-બે ઉમેદવાર જીતી શકે તેમ છે.
ત્રીજા ઉમેદવાર ઉતારાતા ચૂંટણી રોમાંચક બની ગઈ છે. ગુજરાતમાં યોજાયેલી છેલ્લી રાજ્યસભાની ચૂંટણી વખતે પણ ભાજપે બળવંતસિંહ રાજપૂતને ટિકીટ આપી અહેમદ પટેલ સામે ઉતાર્યા હતા. જેમાં રસપ્રદ જંગ ખેલાઈ ગયો હતો. ગત ચૂંટણીમાંથી ભાજપ કોઈ સબક શીખ્યું નથી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"