ઉન્નાવ-કઠુઆ ગેંગરેપના પડઘા શાંત પડ્યા નથી અને બીજીબાજુ રોહતકમાં બેગમાંથી બાળકીનું શબ મળ્યું,રેપ બાદ હત્યાની આશંકા

0
27

રોહતક,તા.૧૬
મહિલાઓ પર થઇ રહેલા હુમલાઓ અમે બળાત્કારના મામલા અટકવાનું નામ નથી લઇ રહ્યા. કઠુઆ અને સુરત પછી હવે રોહતક વિસ્તારમાં વધુ એક નાનકડી બાળકીની લાશ મળી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે બાળકીની લાશને બેગમાં બંધ કરીને નહેરમાં ફેંકી દેવામાં આવી હતી.
રોહતકના ટિટૌલી ગામના ખેતરોની નહેરમાંથી ૮થી ૧૦ વર્ષની બાળકીનું શબ મળ્યું છે. નહેરમાં પાણી ઓછું હોવાને કારણે શબ ત્યાં જ અટકી ગયું હતું. આમાં કંઇ અઘટિત બન્યું હોવાની શંકા નકારી શકાય એમ નથી કારણકે બાળકીના પ્રાઇવેટ પાર્ટ બહાર નીકળેલા હતા. એટલું જ નહીં, બાળકીના એક હાથનો પંજા પણ ગાયબ છે. પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. એફએસએલની એક ટીમ પણ સ્થળ પર પહોંચી ગઇ છે.
જણાવવામાં આવી રહ્યુ છે કે ટિટોલી ગામની નહેરમાં સોમવારે સવારે ખેતરમાં કામ કરતા લોકોને એક બેગ દેખાઇ, જેમાંથી એક હાથ બહાર જાવા મળી રહ્યો હતો. આ વાતની સૂચના પોલીસને આપવામાં આવી. પોલીસે સ્થળ પર પહોંચીને બેગને બહાર કાઢ્યું અને ખોલીને જાયું તો બેગમાં એક બાળકીનું શબ મળ્યું.
શબની હાલત ઘણી ખરાબ હતી. એવી આશંકા દર્શાવવામાં આવી રહી છે કે આ ઘટના લગભગ એક અઠવાડિયા પહેલાની છે. સ્થળ પર એફએસએલ ટીમને બોલાવવામાં આવી, જેણે પહોંચીને તપાસ કરી. પ્રાથમિક તપાસમાં હત્યા કરીને શબને ક્ષત-વિક્ષત કરવાનો મામલો માનવામાં આવી રહ્યો છે. પોલીસ તપાસ અધિકારી દેવી સિંહે જણાવ્યું કે સૂચના મળતા જ તેઓ સ્થળ પર પહોંચ્યા અને તપાસ કરી છે. હાલ મોતના વાસ્તવિક કારણોની જાણ થઇ શકી નથી. શબને પોસ્ટમોર્ટમ માટે રોહતક પીજીઆઇ મોકલી દેવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ ઘટનાક્રમ અંગે ખુલાસો થઇ શકશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY