વડોદરા,તા.૫
વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા લોકસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસના ચોક્કસ કાર્યકરોની કરવામાં આવી રહેલી ધરપકડના વિરોધમાં પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે, ૨૪ કલાકમાં પોલીસ તંત્ર દ્વારા હેરાનગતિ બંધ કરવામાં નહીં આવે તો ચૂંટણી કમિશનરને રજૂઆત કરવામાં આવશે.
કોંગ્રેસ દ્વારા આવેદન પત્રમાં જણાવ્યું છે કે, તાજેતરમાં કોંગ્રેસ દ્વારા વિવિધ પોલીસ મથકમાં જન આંદોલન કરવામાં આવ્યા હતા. હાલમાં લોકસભાની ચૂંટણીના પ્રચારમાં કાર્યકરો જાડાયા છે, ત્યારે કોંગ્રેસના કાર્યકરો પ્રચારમાં જાડાય નહીં. તે માટે વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા કાર્યકરોના ઘરે જઇ તેઓ સામે ૧૧૦- જી કલમ હેઠળ અટકાયતી પગલાં ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. એ તો ઠીક વિવિધ પોલીસ મથકના પોલીસ જવાનો છેલ્લા બે દિવસમાં કોંગ્રેસના ૫૦થી ૫૫ જેટલા કાર્યકરોના ઘરે જઇ તેઓને પોલીસ મથકમાં હાજર થવાની ધમકી આપી ગયા છે.
કોંગ્રેસ અગ્રણી પ્રજ્ઞેશ તેવારે જણાવ્યું હતું કે, પોલીસ તંત્ર દ્વારા ચૂંટણી ટાણે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેવો માહોલ ઉભો કરીને કામગીરી કરવાને બદલે ભયનો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે. જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



