નગરપાલિકા લાઈબ્રેરી પાસે ના પાણીના બોર પાસે ખાડો ખોદી ઠંડક મેળવતું શ્વાન નું બચ્ચું,છેને એના માટે આ એરકંડિશનર જેવી ઠંડક
રાજપીપલા:
હાલ સમગ્ર ગુજરાત માં પડી રહેલી આકરી ગરમીમાં રાજપીપલા માં પણ ગરમીનો પારો ૪૨ પર પોહચી ગયો હોય માનવી તો પોતાના ઘરોમાં કે કચેરીઓ માં બેસી એરકંડિશનર કે પંખા નીચે ઠંડક મેળવતા હોય પરંતુ રસ્તે રખડતા જાનવરો અને પશુ પક્ષીઓ ની હાલત ખરાબ થઈ છે ત્યારે આ ગરમી સામે રક્ષણ મેળવવા જાનવરો પણ અવનવા પ્રયાશો કરે છે એનો તાજો દાખલો રાજપીપલા ના દરબાર રોડ પર આવેલી લાઈબ્રેરી પાસેના પાણીના બોર પાસે જોવા મળ્યો જેમાં એક સ્વાનનું નાનું બચ્ચું ગલુડિયું બોર માંથી નીકળતા પાણીના પાઇપ પાસે નાનો ખાડો ખોદી અંદર એનું અડધું શરીર નાખી આરામ ફરમાવે છે અને ઠંડક મળતા મીઠી નીંદર માણતું જોવા મળ્યું હતું ત્યારે એ કેહવત જરૂર યાદ આવે કે રામ રાખે એને કોણ ચાખે

ચીફ રિપોર્ટર ,નર્મદા ,ભરત શાહ.મોં.ન.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





