મુંબઈ,તા.૩૧
મી ટુ આંદોલનમાં બોલનારી એક કરતાં વધુ અભિનેત્રીઓએ સિનિયર કાસ્ટિંગ ડાયરેક્ટર કમ ફિલ્મ સર્જક મૂકેશ છાબરા સામે જાતીય દુરાચારના આક્ષેપો કર્યા છતાં મૂકેશ છાબરાની કારકિર્દીને વાંધો આવ્યો લાગતો નથી એવા અણસાર મળ્યા હતા.
ફોક્સ સ્ટાર સ્ટુડિયોએ મૂકેશ સાથેના સંબંધોનો અંત આણ્યો હોવા છતાં સોમવારે સાંજે અભિનેત્રી કૃતિ સનોનની બહેન નૂપુર મૂકેશ છાબરાની આૅફિસમાં દેખાઇ હતી એટલે એવી વાતો વહેતી થઇ હતી કે મૂકેશ છાબરા નૂપુરને લઇને કોઇ પ્રોજેક્ટની તૈયારી કરી રહ્યા હતા.
મૂકેશ સામે આક્ષેપો થયા બાદ ફોક્સ સ્ટાર સ્ટુડિયોએ કીઝી ઔર મેનીના ડાયરેક્ટરપદેથી અને પોતાના અન્ય પ્રોજેક્ટસ્ના કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે મૂકેશ છાબરાને પડતા મૂકવાની ઔપચારિક જાહેરાત કરી હતી.
આમ છતાં સમગ્ર બોલિવૂડે મૂકેશને પડતા મૂક્્યા હોય કે એમનો બહિષ્કાર કર્યો હોય એવાં ચિહ્નો દેખાતાં નથી. મૂકેશ છાબરા પહેલાંની જેમજ પોતાનું કામ કરી રહ્યા છે અને બોલિવૂડમાં એમની વગ પહેલાં જેવીજ હોય એવી છાપ પડયા વિના રહેતી નથી. એક જાણકાર સૂત્રોએ કહ્યું કે મૂકેશ બોલિવૂડના એ લિસ્ટના ઘણા કલાકારો સાથે સારા સંબંધ ધરાવે છે એટલે એકદમ એને પડતા મૂકાય એવી શકીયતા ઓછી છે. તાજેતરની કેટલીક ફિલ્મોની હીરોઇનો મૂકેશ લાવ્યા હતા. જેમ કે લવ યાત્રીની વારિના હુસૈન અને શૂજિત સરકારની ઓક્ટોબરની બનિતા સંધુ મૂકેશની શોધ હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






