રાફેલ ડીલ : યૂપીએ સરકાર કરતાં મોદી સરકારે ૫૯ કરોડ રૂપિયા બચાવ્યા..!!

0
9

ન્યુ દિલ્હી,તા.૨૫
રાફેલ વિમાન સોદામાં ગોટાળાની ગૂંજની વચ્ચે હવે નવો ખુલાસો થયો છે. મોદી સરકાર દરમ્યાન થયેલ રાફેલ ડીલ યુપીએ સરકારની સરખામણીમાં દરેક વિમાન પર ૫૯ કરોડ રૂપિયા સસ્તી થઇ છે. એટલે કે દરેક રાફેલ વિમાન પર મોદી સરકારે મનમોહન સરકારની સરખામણીમાં ૫૯ કરોડ રૂપિયા બચાવ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર મોદી સરકારે આ ખાસ વિમાનની ડીલમાં દેશના પૈસા બચાવ્યા છે અને કાંગ્રેસ સરકારની સરખામણીમાં દરેક વિમાનનો સોદો ૫૯ કરોડ રૂપિયા સસ્તો કરાયો છે. આ દસ્તાવેજા પ્રમાણે યુપીએ સરકાર દરમ્યાન ૩૬ રાફેલ વિમાનનો સોદો ૧.૬૯ લાખ કરોડમાં કરાયો હતો, જ્યારે મોદી સરકારે આ સોદો ૫૯૦૦૦ કરોડ રૂપિયામાં કર્યો.
એટલે કે કાંગ્રેસ સરકારની સરખામણીમાં મોદી સરકારે દરેક વિમાન પર ૫૯ કરોડ રૂપિયા ઓછો ખર્ચ કર્યો. આ હિસાબથી મોદી સરકારે એક વિમાનનો સોદો ૧૬૪૬ કરોડ રૂપિયામાં કર્યો, જ્યારે મનમોહન સિંહના કાર્યકાળમાં એક હેલિકોપ્ટરની કિંમત ૧૦૭૫ કરોડ રૂપિયા હતી.
મળતી માહિતી પ્રમાણે જે હેલિકોપ્ટરની ડીલ મોદી સરકારે કરી છે તે યુપીએ સરકાર દ્વારા લેવામાં આવી રહેલા વિમાન કરતાં ઘણી વધુ અસરદાર અને ટેકનિકી રીતે વધુ સક્ષમ બતાવામાં આવી રહી છે. વિમાનની અંદર METEOR અને SCALP જેવી મિસાઇલો પણ છે, જે યુપીએની ડીલની અંતર્ગત લેવામાં આવેલ વિમાનોમાં નહોતી. દસ્તાવેજા પરથી એ માહિતી પણ સામે આવી છે કે મોદી સરકારે વિમાનની ડીલ કરી છે, તેમાં ભારત માટે ખાસ ૧૩ વસ્તુ વધારાઇ છે, જે બીજા દેશોને અપાતી નથી.
જા કે કાંગ્રેસનો આરોપ છે કે આ નવી ડીલમાં કોઇપણ પ્રકારની ટેકનોલોજીને ટ્રાન્સફર કરવાની વાત થઇ નથી. આથી અચાનક ભાવ વધવાની વાત સમજાતી નથી. કાંગ્રેસ રાફેલ ડીલને લઇ મોદી સરકારની વિરૂદ્ધ અવાજ ઉઠાવી રહી છે. રસ્તાથી લઇ સંસદ સુધી અને પત્રકાર પરિષદથી લઇ સોશિયલ મીડિયા સુધી કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમના નેતા મોદી સરકાર પર રાફેલ ડીલમાં ગોટાળોનો આરોપ મૂકી રહ્યાં છે. કાંગ્રેસનો દાવો છે કે યુપીએ સરકારે જે હેલિકોપ્ટરની ડીલ કરી હતી, તે હેલિકોપ્ટરને મોદી સરકાર ત્રણ ગણી કિંમતમાં ખરીદી રહ્યું છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY