ગુજરાતમાં દારૂબંધી..!! શામળાજીમાંથી રૂ.૫૮ લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ૨ની ધરપકડ

0
18

અરવલ્લી,
તા.૨૦/૪/૨૦૧૮

શામળાજીના વેણપુર પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાવાનો બનાવ બન્યો છે. રૂ.૫૮ લાખનો વિદેશી દારૂ ભરેલું કન્ટેઇનર જપ્ત કરવામાં આવ્યું છે. ખોટા એન્જન અને ચેસીસ નંબરવાળા કન્ટેનરમાં ૯૬૨ પેટી વિદેશી દારૂ મળ્યો છે.

મળતી વધુ વિગત મુજબ, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ફક્ત કહેવા માટે છે, બાકી ગુજરાતમાં બૂટલેગરો કોઈ પણ ડર વગર દારૂ ઘૂસાડતાં જરા પણ ખચકાતા નથી. જાણે કે તેમને કોઈ ડર જ ન હોય એ રીતે બહુ સરળ રીતે દારૂની હેરાફેરી કરતા હોય છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં વિદેશી દારૂ પકડાવાના બે બનાવ બન્યા છે. બાતમીને આધારે પોલીસે શામળાજીના વેણપુર પાસે પસાર થઈ રહેલા કન્ટેઇનરને અટકાવી તપાસ કરી હતી. પોલીસ-તપાસમાં વિદેશી દારૂ ભરેલું કન્ટેઇનર જપ્ત કરવામાં આવ્યું છે. ખોટા એન્જન અને ચેસીસ નંબર ધરાવતા કન્ટેનરમાંથી ૯૬૨ પેટી દારૂ મળ્યો છે. જપ્ત કરાયેલો વિદેશી દારૂની કિંમત આશરે રૂ.૫૮ લાખ થાય છે. પોલીસે વિદેશી દારૂના કન્ટેઇનર અને બે આરોપી સહિત રૂ.૬૯ લાખનો મુદામાલ જપ્ત કરી લીધો છે.

કેટલીક વખત પોલીસ બૂટલેગરોને પકડવા જાય ત્યારે તેઓ તલવાર કે બીજા હથિયાર વડે હુમલો કરી દેતા હોય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY