અનુસૂચિત જાતીની વિદ્યાર્થીનીઓને સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં ટ્યૂશન ફી પણ મળશે

0
80

ગાંધીનગર,
તા.૨૦/૪/૨૦૧૮

એસ.સી. વિદ્યાર્થીનીઓના શૈક્ષણિક કલ્યાણ માટે સીએમ વિજય રૂપાણી દ્વારા મહત્વનો નિર્ણય

રાજ્ય સરકારે અનુસૂચિત જાતીની વિદ્યાર્થીનીઓના શૈક્ષણિક કલ્યાણ માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે અનુસૂચિત જાતીની વિદ્યાર્થીઓના કલ્યાણ માટે સેલ્ફ ફાયનાન્સ કોલેજામાં ટ્યૂશન ફી મળશે તેવો નિર્ણય કર્યો છે. આ જાહેરાત સીએમ વિજય રૂપાણીએ કરી છે.

સામાજિક ન્યાય અધિકારીતા વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં ચાલતી સેલ્ફ ફાયનાન્સ કોલેજામાં અભ્યાસ કરતી અનુસૂચિત જાતીની વિદ્યાર્થીઓને આદિજાતી વિકાસ વિભાગમાં ચાલતી વિદ્યાર્થીનીઓની યોજના અંતર્ગત હવેથી સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં ટ્યુશન ફી આપવાનો સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

સામાજિક ન્યાય અધિકારીતા વિભાગની યાદીમાં વિગતવાર માહિતી આપતા જણાવાયું છે કે, પહેલા અનુસૂચિત જાતીની વિદ્યાર્થીની, જેમના વાલીની આવક રૂ. ૨.૫૦ લાખથી વધુ હતી તેમને ટ્યુશન ફીનો લાભ મળતો ન હતો, જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે હવે જે વિદ્યાર્થીનીના વાલીની આવક વાર્ષીક ૬ લાખ સુધીની હશે તેવી તમામ અનુસૂચિત જાતીની વિદ્યાર્થીનીઓને સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં ટ્યુશન ફી મળશે.

રાજ્ય સરકારે જાહેરાત કરતા કહ્યું કે, જે અનુસૂચિત જાતીની વિદ્યાર્થીનીના વાલીની આવક ૬ લાખ સુધીની હશે તે વિદ્યાર્થીનીને ધોરણ ૧૦ અથવા ધોરણ-૧૨ પછીના ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમમ માટે પરિક્ષામાં ૫૦ ટકાથી વધુ પર્સન્ટાઈલ મેળવનાર વિદ્યાર્થીનીને ટ્યુશન ફીનો લાભ મળવા પાત્ર હશે. આ યોજનાનો લાભ મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના હેઠળ આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY