રાજપીપળા : નર્મદા જિલ્લામાં લોકસભાની ચૂંટણી માટે 23 એપ્રિલે રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં આવતાં તમામ દૂકાનદારો,વાણિજ્ય સંસ્થાના માલિકો,વ્યવસ્થાપકોને તેમના કર્મચારીઓ મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે લોકપ્રતિનિધિત્વ ધારા 1951ની કલમ-13 (બી)ની જોગવાઇ અનુસાર પાલિકામાં નોંધાયેલા દૂકાનદારો, હોટલો, ફેકટરીઓ, જાહેર આનંદપ્રમોદની સંસ્થાઓમાં કામ કરતા કર્મીઓને સવેતન રજા મંજૂર કરવાની રહેશે તેમ રાજપીપળા નગર પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું છે.આ હુકમનું પાલન ન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





