ભાજપે ભ્રષ્ટાચાર ખુલ્લો પડે તે પૂર્વે હુમલો કરાવીને મુદો ડાયવર્ટ કર્યો : હાર્દિક પટેલ
કપિલ સિબ્બલ પત્રકાર પરિષદ યોજે તે પૂર્વે જ હુમલો
હાર્દિક પટેલ પર આજે વઢવાણ ખાતે થયેલા હુમલા બાદ મોડી રાત્રીના મોરબી સભાને સંબોધન કરવા પહોંચ્યા હતા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર લલીતભાઈ કગથરા, કચ્છના ઉમેદવાર નરેશભાઈ મહેશ્વરી, ધારાસભ્ય બ્રિજેશ મેરજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
મોરબીના બાપા સીતારામ ચોકમાં યોજાયેલ જન આક્રોશ સભાને સંબોધન કરતા કોંગ્રેસ ઉમેદવાર લલીતભાઈ કગથરાએ કોલગેસ મંજુરી અને અનામત આયોગનો શ્રેય હાર્દિક પટેલને આપ્યો હતો તેમજ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા જયારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે ભાજપના અમિત શાહ તેની હત્યા કરાવવાનું કાવતરું રચે છે આજે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ પત્રકાર પરિષદ યોજી નોટબંધી સમયનો અમિત શાહનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે તે પૂર્વે હુમલો કરાવીને મુદાને ડાયવર્ટ કરવામાં આવ્યો છે to ગેસના વધતા ભાવો, પેટ્રોલના ભાવવધારા મુદે ભાજપ પર પ્રહારો કર્યા હતા તો મોરબીમાં રોડ રસ્તાની સમસ્યા છે અને પૂર્વ ધારાસભ્યના ગામનો રસ્તો બેકાર હોવાનું જણાવ્યું હતું તે ઉપરાંત ગોધરાની ઘટના યાદ કરી પીએમ પર પ્રહારો કર્યા હતા અને રામના નામે છેતરતા હોવાનું જણાવ્યું હતું મોરબીના બધા ડેમો કોંગ્રેસે બનાવ્યાનું જણાવ્યું હતું તેમજ ઈવીએમમાં ગોટાળા ના કરે તે માટે તકેદારી રાખવા અને કોંગ્રેસ કાર્યકરો સવારે છ વાગ્યે મતદાન મથકે પહોંચી જજો તેમ પણ જણાવ્યું હતું
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




