ભરૂચના પ્રખ્યાત અંબિકા જ્વેલર્સના માલિક ભગવાનભાઈ સોનીનું ચોસઠ વર્ષની ઉંમરે હાર્ટએટેકથી અવસાન થતા કર્યું ચક્ષુદાન.

0
1500

ભરૂચ;
પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચના પ્રખ્યાત અંબિકા જ્વેલર્સના માલિક ભગવાનભાઈ સોની નું ચોસઠ વર્ષની ઉંમરે ટૂંકી બાદ હાર્ટએટેક આવવાથી ભરૂચ ની ઓર્ચીડ હોસ્પિટલ ખાતે મૃત્યુ થતા સ્વર્ગસ્થ ના પરિવારજનોએ ચક્ષુદાન નો મહિમા સમજી રાષ્ટ્રીય સેવા ટ્રસ્ટ ભરૂચ ના સહયોગથી ચક્ષુદાન કરાવી સમાજ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડેલ હતું.

વધુમાં લોક દ્રષ્ટિ ચક્ષુબેન્ક સુરત ના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ પ્રફુલભાઈ શિરોયા ના નેજા હેઠળ ભરૂચની રોશની આઇ ક્લિનિક ના ડો યુસુફ પટેલે સ્વર્ગસ્થ ની આંખ ચક્ષુદાન માં લઇ રવિવાર હોવા છતાં પણ પોતાની ફરજ ની સભાનતા દાખવી ડોક્ટર તરીકેની પોતાની ફરજ નિભાવી હતી, જે બાબતે પણ રાષ્ટ્રીય સેવા ટ્રસ્ટ ભરૂચના મેનેજિંગ ટ્રસ્ટી ધનંજય ઝવેરીએ ડૉક્ટર યુસુફ પટેલનો આભાર વ્યક્ત કરેલ હતો

ધનંજય ઝવેરી
9978496923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY