વોશિંગ્ટન,
તા.૨૨/૪/૨૦૧૮
પ્રેમ કરવા માટે ઉંમરનું કોઇ મહત્વ નથી. પણ શરત એટલી કે પ્રેમ સાચો હોય અને આ નિવેદનને સાચું સાબિત કરે છે અમેરિકાનું એક યુગલ. જેમને ખરેખર તેમના સંબંધમાં વયની કોઇ જગ્યા નથી. ફક્ત ૧૯ વર્ષના છોકરાએ તેનાથી એક કે બે વર્ષ નહી પણ ૫૩ વર્ષ મોટી સ્ત્રી સાથે લગ્ન કર્યા છે. અને તેના પ્રથમ સેક્સ અનુભવ વિશે જાહેરમાં વાત પણ કરે છે.
અહેવાલો મુજબ બે વર્ષ પહેલાં ૭૧ વર્ષની અલમેડા અને ૧૭ વર્ષના ગેરી હાર્ડવિકની મલાકાત થઇ હતી. અલમેડાના પુત્ર રોબર્ટની અંતિમવિધિ દરમિયાન આ બંને મળ્યા હતા. તે પછી રોબર્ટની વિધવા લિસાએ તે બંનેને પરિવારના એક કાર્યક્રમ આમંત્રિત કર્યા હતા. તે સમયે ગેરીનું એક બીજી ૭૭ વર્ષની વૃદ્ધા સાથે બ્રેકઅપ થયુ હતુ. ગેરીનું એવું માનવું છે કે અલમેડાને જાયા પછી તેને ખબર પડી હતી કે તે તેના જીવનની આગામી મહિલા છે. એ સમયે અલમેડા ૬ બાળકોની દાદી હતી.
રોમાન્સના બે સપ્તાહ પછી ગેરી અને અલમેડાએ લગ્ન કર્યાં હતા. લગ્નમાં માત્ર ૧૨ હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. બે વર્ષ બાદ અલમેડા હવે ૭૨ વર્ષની છે અને ગેરી ૧૯ વર્ષનો થઈ ગયો છે. અને એ કપલ કોઈપણ સામાન્ય દંપતીની જેમ ખુશ છે. અલમેડા કહે છે કે, જા તમે કોઈને પ્રેમ કરો છો, તો વય ફક્ત સંખ્યા છે.
ગેરી જણાવે છે કે પ્રથમ વખત અમે અમારી લગ્નની રાત્રે સેક્સ કર્યું હતું અને તેનો અનુભવ જારદાર રહ્યો હતો. અલમેડા ‘શ્રેષ્ઠ પ્રેમિકા’ છે. જા કે, લગ્નને કારણે,અલમેડાને તેના પુત્રોથી દૂર રહેવાની ફરજ પડી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






