ભારતીય સેનામાં ૩૦૦ નાગ એન્ટી-ટેન્ક મિસાઈલો સામેલ કરાશે

0
314

ન્યુ દિલ્હી,
તા.૨૨/૪/૨૦૧૮

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઈન ઈન્ડયા કાર્યક્રમને રક્ષા ક્ષેત્રમાં મોટી સફળતા મળી છે. આ કાર્યક્રમ અંતર્ગત ૩૦૦ નાગ એન્ટી-ટેન્ક મિસાઈલો બનાવવામાં આવી છે. આ જમીનથી હુમલો કરનાર નાગ એન્ટી-ટેન્ક મિસાઈલનું વર્જન છે. જેને જલ્દી જ ભારતીય સેનામાં સામેલ કરવામાં આવશે. જેનાથી ભારતીય સેનાને દુશ્મન સામે લડવાની ક્ષમતામાં ઘણો વધારો થશે. ભારતીય સેનામાં નાગ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલો અને લાન્ચ વ્હીકલની લાંબા સમયથી રાહ જાવાઈ રહી છે.

નાગ એન્ટી-ટેન્ક મિલાઈલ સિસ્ટમ તે પાંચ મિસાઈલ સિસ્ટમમાંથી એક છે. જેને ૧૯૮૦ના દાયકામાં વિકસિત કરવાની યોજના બનાવી હતી. જાકે અમુક કારણોસર તે લંબાતી જ રહી. રક્ષા મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ૩૦૦ નાગ મિસાઈલો અને ૨૫ નાગ મિસાઈલ કેરિયર્સ વ્હીકલને ભારતીય સેનામાં સામેલ કરવા માટેના પ્રસ્તાવ પર વિચાર કરાશે. જેની કુલ કિંમત લગભગ પાંચ સો કરોડ રૂપિયા હશે. નાગ મિસાઈલોને લોન્ચ કરવામાં આવે છે. વ્હીકલથી એક સમયમાં ૬ મિસાઈલોને લઈ જઈ શકાય છે. આ નાગ મિસાઈલો સાતથી આઠ કિલોમીટરના અંતરે દુશ્મનના ટેન્ક અને ઈનફ્રેન્ટ્રી કોમ્બેટ વ્હીકલને તબાહ કરી શકે છે. સેનાને આવી લગભગ ૩૦૦૦ મિસાઈલોની જરૂર છે. જાકે સેના આ નાગ મિસાઈલોનું ફરીથી પરીક્ષણ કરશે. જા સેના પરીક્ષણ બાદ સંતુષ્ટ થશે છે તો આ મિસાઈલોના ઓર્ડર અપાશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY