સુરતના પરપ્રાંતિય વિસ્તારમાં થતા ગુનાને અટકાવવા પોલીસે પેટ્રોલિંગની કામગીરી વધારી

0
5

સુરત,
તા.૨૨/૪/૨૦૧૮

સુરતના પાંડસરા વિસ્તારમાંથી ૧૧ વર્ષીય બાળકીની હત્યા કરાયેલી લાશના ચકચારી કેસના ડિટેક્શન દરમિયાન પોલીસને શહેરમાં પરપ્રાંતિય વસ્તીવાળા વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ વધુ લાગતા આ વિસ્તારમાં પેટ્રોલીંગ સાથે સાથે સીસી કેમેરાની કામગીરી વધુ સઘન બનાવી દીધી છે. રિવ્યુ બેઠકમાં કેમેરા માટેના સ્પોટ નક્કી કરીને કેમેરા લગાડવા સાથે પોલીસ પેટ્રોલીંગની કાગીરી પણ સઘન બનાવી દીધી હોવાનું પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું. સુરતના ચકચારી ૧૧ વર્ષીય બાળકીની હત્યા કેસના ડિટેક્શન વખતે સુરત પોલીસ કમિશ્નર સતીષ શર્માએ જણાવ્યુ હતું.

સુરતના પાંડેસરા, પાંડેસરા જીઆઈડીસી, સચીન અને કેટલાક વિસ્તારમાં પરપ્રાંતિયની વસ્તી વધુ છે તે વિસ્તારમાં પેટ્રોલીંગની કામગીરી સઘન બનાવી દીધી છે. ગઈકાલે જ રિવ્યુ કરીને ક્યાં વિસ્તારમાં સીસી કેમેરા લગાવાવની જરૃર છે તે નક્કી કર્યું છે. આ ઉપરાંત લોકો અને ઈન્ડ.ના સહકારથી કેમેરા લગાવવાની કામગીરી શરૃ કરી દીધી છે. પાંડેસરા ઈન્ડ. એસોની સાથે એડી. પોલીસ કમિશ્નરે બેઠક કરીને ૬૦ જગ્યાએ સીસી કેમેરા લગાવવાની કાગમીરી પણ શરૃ કરી દેવામાં આવી છે. પોલીસના સીસી કેમેરા નેટવર્કમાં ક્્યાં ગેપ છે તે જાણીને ત્યાં પણ કેમેરા લગાવવા માટેની કાગમીરી શરૃ કરવામાં આવશે. આ ઉપરાંત પરમ દિવસથી પાંડેસરા, સચીન. જીઆઈડીસી તથા ડિંડોલી વિસ્તારમાં આઠ મોબાઈલ વાન ઈન્ડસ્ટ્રીયલ એસોસીએન દ્વારા ફાળવવામાં આવતા તે ગાડીમાં પોલીસ સ્ટાફ સતત પેટ્રોલીંગ કરી રહ્યો છે. સુરત પોલીસ લોકો અને ઈન્ડ. એસોને સાથે રાખીને શહેરના નાગરિકની સુરક્ષામાં વધારો કરવા કામગીરી કરી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY