નર્મદા જિલ્લા કલેક્ટરને મૌખિક રજુઆત છતાં આ ગંભીર બાબતને ધ્યાને પર ન લેવાઈ…?!

0
417

રાજ્ય સરકાર એચ આઈ વી પીડિતો માટે લાખોનો ધુમાડો કરવા છતાં નર્મદા જિલ્લામાં વધતો મૃત્યુ આંક ચિંતાજનક

રાજપીપલા સહીત નર્મદા જિલ્લા માં એચ આઈ વી એઈડ્સ માટેની કામગીરી કરતી એક પણ સંસ્થા નથી ત્યારે અગાઉ ચાલતી એક સંસ્થાની કચેરી અન્ય જિલ્લામાં ખસેડાતા નર્મદાના દર્દીઓ અટવાય રહ્યા છે.

રાજપીપલા: ગુજરાત સરકાર એચ આઈ વી એઈડ્સ ના દર્દીઓ માટે લખો રૂપિયાના ધુમાડા કરે છે  પરંતુ છેલ્લા ઘણા સમય થી નર્મ્મદા જિલ્લા ના દર્દીઓ સાથે જાણે ઓરમાયું વર્તન કરાતુ હોોય એમ સરકારની ગ્રાન્ટ પર ચાલતી એક એન જી ઓ ની કચેરી રાજપીપલા થી હટાવી અન્ય જિલ્લાામાં લઈ જતા નર્મદા જિલ્લા ના અભણ ગરીબ દર્દીઓની હાલત ખરાબ થઈ રહી છે જેમાં અમુક દર્દીઓ ના મૃત્યુુ પણ થઈ રહ્યાયા છેે

આમ તો સિવિલ હોસ્પિટલ માંં ચાલતા કેન્દ્ર માં જરૂરી તપાસ અને જાણકારી મળે છેે પરંંતુ મોટા ભાાગના ગરીબ દર્દી્દીઓ કે જે ખેત મજૂૂરી કરી પરિવારનુંંં ગુજરાન ચલાવતા હોય એવા દર્દીઓ પૈસા ના અભાવે રાજપીપલા કે બરોડા જતા નથી જેના કારણે જરૂરી જાણકારી ન મળતા અને એમની નિયમિત મરતા સુધી લેવાતી દવા પણ અધવચ્ચે બંધ કરી દેતા આવા દર્દીઓ અંતે મૃત્યુ પામતા જવા મળે છે ત્યારે હાલ નર્મદા જિલ્લા માં ૨૫૦ થી વધુ એચ આઈ વી ના દર્દીઓ છે જેમાંથી અગાઉના વર્ષો માં કેટલાક ના મૃત્યુ પણ થયા હતા ત્યારબાદ મ્ર્ત્યુ આંક નહિવત હતો પરંતુ હાલ અમુક જાણકારી ના અભાવે નર્મદા માં દર્દીઓના ફરી મૃત્યુ થતા જોવા મળે છે એ ગંભીર બાબત છે ત્યારે સરકારે આવા પછાત જિલ્લાઓ માં મોટા શહેરો કરતા વધુ તકેદારી રાખવી જોઈએ કેમ કે ગતરોજ નાંદોદ તાલુકા ના એક ગામ માં ઍચ આઈ વી પીડિત એક મહિલા નુ મોત થતા મૃત્યું આંક માં વધારો થઈ રહ્યો છે

આ બાબતે થોડા દિવસ પેહલા નર્મદા જિલ્લા કલેક્ટર ને જિલ્લા ના એક પત્રકાર અને એચ આઈ વી ની જાગૃતિ માટે કામ કરી રહેલા યુવાને પત્રકારો સાથે કલેક્ટરે કરેલી એક બેઠકમાં મૌખિક રજુઆત કરી હતી પરંતુ આ ગંભીર બાબતે કઈ ધ્યાન ન અપાતા તંત્ર ની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.જો પત્રકાર ની વાતને પણ ધ્યાને ન લેવાતી હોય તો આમ લોકો નું શું થતું હશે તેનો અંદાજ લગાવી શકાય છે .

ચીફરિપોર્ટર,નર્મદા.ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY