હું ભાજપની કાર્યકર હતી, છું અને રહીશ; કોડનાની

0
33

અમદાવાદ,
ચકચારભર્યા નરોડા પાટિયા હત્યાકાંડ કેસમાં નિર્દોષ છૂટયા બાદ ડો.માયાબહેન કોડનાનીએ સૌપ્રથમવાર મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી કે, તેઓ ભાજપના કાર્યકર હતા, છે અને રહેશે. ભાજપના કાર્યકર હોવું અને ભાજપ સાથે જાડાયેલા હોવું તે જ સૌથી મોટી વાત છે. તેમણે ઉમેર્યું હતું કે, નરોડા પાટિયા હત્યાકાંડમાં તેમની ખોટી રીતે સંડોવણી થઇ હતી અને આખરે હાઇકોર્ટે તેમને નિર્દોષ ઠરાવતાં આ કેસમાં તેમની નિર્દોષતા પુરવાર થઇ છે. ડો.કોડનાનીએ વધુમાં જણાવ્યું હતું કે, નરોડા પાટિયા કેસમાં નિર્દોષ છૂટી અને સત્યનો વિજય થયો તે વાતનો મને અનહદ આનંદ છે. ગુજરાત હાઇકોર્ટના ચુકાદાથી મને સંતોષ છે. મને આખરે ન્યાય મળ્યો છે. ડો.માયાબહેન કોડનાનીએ પોતાના દુઃખની ઘડીમાં તેમને સાથ આપનાર સૌકોઇનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે, નરોડા પાટિયા હત્યાકાંડ કેસમાં સીટની સ્પેશ્યલ કોર્ટે ગત તા.૨૯-૮-૨૦૧૨ના રોજ આપેલા ચુકાદામાં ડો.માયાબહેન કોડનાનીને મુખ્ય દોષિત ગણાવ્યા હતા અને તેમને ૨૮ વર્ષની જેલની સજા ફરમાવી હતી. જેના કારણે ડો.માયાબહેનને ઘણા કપરા દિવસો ગાળવા પડયા હતા. જા કે, સીટ સ્પેશ્યલ કોર્ટના ચુકાદાથી નારાજ થયેલા ડો.કોડનાનીએ ન્યાય માટે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જેમાં હાઇકોર્ટે તેમની અપીલ મંજૂર રાખી તેમને આ કેસમાં નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો. હાઇકોર્ટના આ ચુકાદાને પગલે ડો.માયાબહેન કોડનાની, તેમના પરિવારજનો અને સમર્થકો-ટેકેદારોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી. ડો.માયબહેન કોડનાનીને મળવા અને તેમને નિર્દોષ છૂટવા બદલ અભિનંદન પાઠવવા તેમના પરિચિતોની ભારે ભીડ જામી હતી. ડો.કોડનાનીને પણ સૌકોઇને મોં મીઠુ કરાવી તેમનો આભાર માન્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY