ચોટીલા પોલીસે જુગાર પકડ્યો

0
22

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ જુગારની બદી સદંતર નાબૂદ કરવા માટે જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ.

જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણીની સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. જે.એસ.ડેલાને મળેલ બાતમી આધારે લીંબડી ધંધુકા રોડ ઉપર ગોપાલનગરની સામે, સર્વોદય હોટલની પાછળના ભાગે, લીંબડી ગામની સીમમાં આવેલ ભરવાડના સુરધનદાદાના મંદિરની પાછળ જાહેરમાં જુગાર રમતા 02 આરોપીઓને રોકડ રકમ રૂ. 38,750/- સહિતના કુલ મુદ્દામાલ રૂ. 6,20,950 સાથે પકડી પાડી, નાસી ગયેલ 04 આરોપીઓ સહિત કુલ 06 આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ કેસ દાખલ કરવામાં આવેલ છે.

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ લીંબડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. જી.જી.પરમાર, જે.એસ.ડેલા, હે.કો. બાબુભાઈ, વિજયભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા લીંબડી ધંધુકા રોડ ઉપર ગોપાલનગરની સામે, સર્વોદય હોટલની પાછળના ભાગે, લીંબડી ગામની સીમમાં આવેલ ભરવાડના સુરધનદાદાના મંદિરની પાછળ જાહેરમાં લાઈટના અજવાળે જુગાર રમતા આરોપીઓ (1) ગૌરવભાઇ વસંતભાઇ લકુમ (વાંજા) ઉ.વ. 31 રહે. લીંબડી ઠે. તળાવના કાંઠે, શીવામાળીના બગીચા સામે (2) રાજેન્દ્રગીરી ભગવાનગીરી ગૌસ્વામી (બાવાજી) ઉ.વ.49 રહે.લીંબડી ઠે.રામનાથ મંદિર પાછળ વાળાઓને ગુડદીપાસા નંગ-02 તથા રોકડ રૂપિયા 38,750/- તથા પાથરણુ કિ.રૂા. 500/- તથા પાણીના જગ નંગ-02 કિ.રૂા. 1,000/- તથા ટોર્ચ બત્તી નંગ-02 કિ.રૂા. 200/- તથા મોબાઇલફોન નંગ-02 કિ.રૂા. 10,500/- તથા મારૂતિ ઇકો કાર નંગ-02 કિ.રૂા. 5,00,000/- તથા મો.સા.નંગ-02 કિ.રૂા. 70,000/- મળી કુલ કિ.રૂા.6,20,950/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, ધોરણસર અટક કરવામાં આવેલ છે. આ જુગારની રેઇડ દરમિયાન આરોપીઓ (3) મકાભાઇ ભરવાડ રહે. લીંબડી ભરવાડ નેશ, (4) મેંપાભાઇ ભરવાડ રહે. લીંબડી ભરવાડ નેશ, (5) સુરેશભાઇ વાળંદ રહે. ચુડા તથા (6) વી.ડી. ઇકો ગાડી વાળો રહે. ચુડા નાસી ગયેલ હતા. લીંબડી પોલીસ દ્વારા પકડાયેલ બંને આરોપીઓ તથા નાસીજનાર તમામ આરોપીઓ વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનના પો.કો. વિજયભાઈ ધનજીભાઈએ સરકાર તરફે ફરિયાદી બની, જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ કરાવી, કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. વધુ તપાસ લીંબડી પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. જે.એસ.ડેલા તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.

દિપકસિંહ વાઘેલા
લીંબડી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY