નવી દિલ્હી,
વર્ષ ૨૦૧૯માં યોજાનાર સામાન્ય ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર એક મહાકાય અને મહત્વકાંક્ષી લોકલક્ષી યોજના લાગુ કરવાની તૈયારીમાં છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સામાન્ય ચૂંટણી પહેલા યુનિવર્સલ સોશિયલ સિક્યોરિટી સ્કીમને લાગુ કરવામાં આવનાર છે. સ્કીમની સાથે સાથે નીચે મુજબ છે.
¨ સામાન્ય ચૂંટણી પહેલા યુનિવર્સલ સોશિયલ સિક્યોરિટી સ્કીમને લાગુ કરવામાં આવનાર છ
¨ ૫૦ કરોડથી વધારે વર્કરો માટે યુનિવર્સલ સિક્યોરિટી સાથે જાડાયેલા શ્રમ મંત્રાલયના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે.
¨ આ સ્કીમ હેઠળ પેન્શન ( ડેથ અને ડિસિબિલિટી બન્ને) અને મેટરનિટી કવરેજની સાથે સાથે ઓપ્શનલ મેડિકલ, બિમારી અને બેરોજગારી કવરેજ પણ આપવામાં આવનાર છે
¨ દેશના કુલ વર્કફોર્સના નીચલા ૪૦ ટકા હિસ્સા માટે આ સ્કીમને સંપૂર્ણપણે અમલી કરવા માટે આશરે બે લાખ કરોડ રૂપિયાની જરૂર પડશે.
¨ વર્કફોર્સના બાકી ૬૦ ટકા હિસ્સાને આ સ્કીમ માટે પોતાના ખિસ્સામાંથી સંપૂર્ણ અથવા તો કેટલીક રકમ આપવી પડશે.
¨ આને યુનિવર્સલ બનાવવા માટે આગામી ૫-૧૦ વર્ષોમાં ફંડ ફાળવણીને વધારી શકાય છે.
¨ સોશિયલ Âસ્કયોરિટી સ્કીમ પહેલા નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ હતી. જેમાં ૧૦ કરોડ ગરીબ પરિવારોને પાંચ પાંચ લાખ રૂપિયાના હેલ્થ કવર આપવામાં આવી રહ્યા છે.
¨ યુનિવર્સલ સોશિયલ સિક્યુરિટી સ્કીમને ૧૦ વર્ષમાં ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવનાર છે
¨ પહેલા તબક્કામાં તમામ વર્કરને નજીવા કવરેજ આપવામાં આવનાર છે. જેમાં હેલ્થ સિક્યોરિટી અને રિટાયરમેન્ટ લાભનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં બેરોજગારી લાભ જાડવામાં આવનાર છે. ત્રીજા તબક્કામાં બીજી કલ્યાણકારી યોજનાઓને શરૂ કરવામાં આવી શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





