ન્યુ દિલ્હી,તા.૨૩
વધુ એક મામલે બોલીવૂડ અભિનેતા સલમાન ખાનને કોર્ટમાંથી રાહત મળી છે આ મામલો દેશના વાલ્મિકી સમુદાય વિરૂધ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ આ રાહત આપવામાં આવેલ છે. આપને જણાવી દઇએ કે આ કેસ દેશની વિવિધ અદાલતોમાં ચાલી રહ્યો હતો. આ મામલે દેશની વડી અદાલતે સલમાન વિરૂધ્ધ નોંધાયેલ ૬ મામલે રોક મુકી દીધેલ છે.
ઉલ્લેખનીય છે કે,સલમાન ખાન દ્વારા વાલ્મીકિ સમાજ દ્વારા અભિનેતા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી હ્લૈંઇ રદ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેની પણ આજે સુનવણી હાથ ધરવામાં આવી હતી.
સલમાને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને એની વિરુદ્ધ રાજસ્થાનના ચૂરુ શહેરમાં દાખલ હ્લૈંઇ રદ કરવાની માંગ કરી છે. અભિનેતા તરફથી દાખલ અરજીમાં એની પણ માગ કરવામાં આવી છે કે દરેક રાજ્યોની પોલીસને એવો નિર્દેશ આપવામાં આવે કે એની વિરુદ્ધ આ કેસમાં સંબંધિત કોઇ પણ ફરિયાદ, હ્લૈંઇ દાખલ કરે નહીં. આટલું જ નહીં મહારાષ્ટ, ગુજરાત અને દિલ્હીમાં જે હ્લૈંઇ અથવા અરજી દાખલ થઇ છે એની પર રોક લગાવવામાં આવે. અને આજ રોજ ભારતની સુપ્રિમ કોર્ટે સલમાનને રાહત આપી હતી.
આપને જણાવી દઇએ કે પોતાની ફિલ્મ ‘ટાઇગર ઝિંદા હે’ના પ્રમોશન દરમિયાન એની ડાન્સ સ્ટાઇલને કથિત રીતે જાતિસૂચક કરાર આપવામાં આવ્યો હતો. ઘણા શહેરોમાં સલમાન વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એની ફિલ્મ ‘ટાઇગર ઝિંદા હે’નો પણ જારદાર વિરોધ થયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





