વલસાડ જિલ્લાના યુવક-મહિલા મંડળો પુરસ્‍કાર મેળવવા સંપર્ક કરો

0
91

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા સંચાલિત નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા વલસાડ જિલ્લામાં શ્રેષ્‍ઠ કામગીરી કરતા યુવક તેમજ મહિલા મંડળોને પુરસ્‍કાર આપવામાં આવનાર છે.

આ પુરસ્‍કાર ત્રણ કક્ષાએ આપવામાં આવે છે. જિલ્લા કક્ષાએ રૂા.૨૫ હજાર, રાજ્‍યકક્ષાએ રૂા. એક લાખ તેમજ રાષ્‍ટ્રીય કક્ષાએ પ્રથમ વિજેતાને રૂા.૫ લાખ, દ્વિતીય વિજેતાને રૂા.૩ લાખ અને તૃતીય વિજેતાને રૂા.૨ લાખ પુરસ્‍કારની સાથે પ્રશસ્‍તિપત્ર આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ લેવા માગતા મદદનીશ ચેરીટી કમિશનરની કચેરીમાં નોંધાયેલા હોવાની સાથે મંડળોએ નહેરુ યુવા કેન્‍દ્રમાં જોડાણ થયેલું સક્રિય મંડળ હોવું જરૂરી છે. આ ઉપરાંત મંડળે ગ્રામ્‍ય કક્ષાએ પર્યાવરણ, આરોગ્‍ય, સાહસિક, સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ, યુવા પ્રવૃત્તિ, રમતગમત, સાંસ્‍કૃતિક પ્રવૃત્તિ, વિકાસલક્ષી રચનાત્‍મક પ્રવૃત્તિઓ પણ કરેલી હોવી જોઇએ. આ એવોર્ડ મેળવવા માટે રસ ધરાવતા મંડળોના પ્રતિનિધિઓએ નહેરુ યુવા કેન્‍દ્ર, જિલ્લા સેવાસદન-૧, ચોથા માળે, ધરમપુર રોડ, વલસાડનો તા.૩૧/૭/૨૦૧૮ સુધીમાં સંપર્ક સાધવા નહેરૂ યુવા સંયોજક મનીષા શાહ દ્વારા જણાવાયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY